ગુજરાતીઓ કઈ રીતે જઈ શકશે પોતાના વતન, વાંચો અહી

મળતી વિગતો અનુસાર સુરતથી સૌરાષ્ટ્રવાસીઓ ખાનગી બસ મારફતે વતન જઈ શકવાની મંજૂરી રાજ્ય સરકારે આપી દીધી છે. જે અંતર્ગત બસ ઓપરેટરે યાત્રિકોને યાદી બનાવી સરકાર પાસેથી મંજૂરી લેવાની રહેશે. દરેક વ્યક્તિનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. મંજૂરી મેળવનાર બસ નેશનલ હાઈવે પરથી નહીં પરંતુ ઓલપાડ જંબુસર રોડ પરથી જ જશે.

સાથે સાથે જે જિલ્લામાં જવાનું હોય ત્યાંથી મંજૂરી મળે તો જ નાગરિકો લાભ લઇ શકશે અને વતન પહોંચીને ચૌદ દિવસ સુધી રહેવા સાથે કુલ દોઢ મહિના સુધી ત્યાં રહેવું પડશે. આ બાબતે ખાનગી બસ એસોસિયન સાથે સરકાર ની બેઠક બાદ આવતીકાલથી તારીખ 6 મેથી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગણપત વસાવાએ જાહેરાત કરી દીધી છે કે, શરૂઆતમાં માત્ર લક્ઝરી બસને સૌરાષ્ટ્ર જોવા માટેની મંજૂરી આપવામાં આવશે. માત્ર સુરત જ નહીં સમગ્ર ગુજરાતમાંથી આંતર જિલ્લામાં જવા માટે ઓનલાઇન મંજૂરી મળશે.

ગણપત વસાવાએ જાહેરાત કરી છે કે આવતી કાલથી ઓનલાઇન એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે. એક રીતે જોઈએ તો ગણપત વસાવાએ કુમાર કાનાણીનો પ્રોટોકોલ તોડી જાહેરાત કરીને કેટલીય ચર્ચાઓને પવન આવ્પ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *