કોરોના સામેની લડાઈમાં ટેસ્ટ મહત્વનો ભાગ ભજવે છે. વધુ ટેસ્ટ થઈ શકે, ઝડપથી ટેસ્ટ થઈ શકે અને ઝડપથી પરિણામ આવે તો જ કોરોનાનો ફેલાવો જાણી શકાય અને રોકી શકાય. અત્યારે કોરોના માટે પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે, જે લાંબો સમય લેનારો, જટીલ અને ખર્ચાળ છે. તેના વિકલ્પ તરીકે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચે નવી ટેસ્ટ કરવાની પદ્ધતિ વિકસાવી છે. બે બંગાળી વિજ્ઞાાનીઓએ તૈયારી કરી હોવાથી આ પદ્ધતિ-ટેસ્ટ કિટને બંગાળી ફિલ્મકાર સત્યજીત રાયના જાસૂસી પાત્ર ફેલુદા પરથી “ફેલુદા” નામ અપાયું છે.
આ ટેસ્ટ એક કાગળની પાતળી પટ્ટી ની મદદથી કરવામાં આવશે. પ્રેગનન્સી ટેસ્ટ માટે જે રીતે સામાન્ય કિટ વપરાય છે અને તેના બદલતા કલરથી પરિણામ જાણી શકાય છે, એવી જ રીતે આ ટેસ્ટમાં પરિણામ થોડી ક્ષણોમાં જાણી શકાય છે. કાઉન્સિલની ઇન્સ્ટિટયૂટ ઑફ જિનોમિક્સ એન્ડ ઈન્ટેગ્રેટિવ બાયોલોજી (આઈજીઆઈબી)માં કામ કરતા વિજ્ઞાાની ડૉ.સૌવિક મૈતિ અને ડૉ.દેબજ્યોતિ ચક્રવર્તીએ આ પદ્ધતિ શોધી છે. આ કિટનું મોટાપાયે ઉત્પાદન થઈ શકે એ માટે ટાટા સન્સ સાથે કરાર કરવામાં આવ્યા છે.
સત્યજીત રાયની એક વાર્તામાં ફેલુદા નામે જાસૂસી પાત્ર આવે છે, તેનું નામ આ કિટ-ટેસ્ટને અપાયું છે. જોકે આ કિટનું નામ ફેલુદા એ ટુંકાક્ષરી છે. આખુ નામ ‘એફએનસીએસ૯ એડિટલર લિન્ક્ડ યુનિફોર્મ ડિટેક્શન એસે’ એવું છે. જાસૂસનું કામ ગુનો શોધવાનું હોય, જ્યારે ટેસ્ટનું કામ કોરોના શોધવાનું છે. વિજ્ઞાાનીઓના કહેવા પ્રમાણે આ ટેસ્ટ સો ટકા પરિણામ દાયક છે,તેઓનું કેહવું છે કે આ માટે સરકારે પણ તેને મંજૂરી આપી દીધી છે.
આ ટેસ્ટ સફળ નિવડશે તો એ દુનિયાભરમાં ભારતની મોટી સિદ્ધિ ગણાશે. તેનો પ્રાથમિક ધોરણે ઉપયોગ પણ ભારતમાં જ થશે. જોકે ટેસ્ટની શરૂઆત મે મહિનાના અંત સુધીમાં થઈ શકશે. અત્યારે પ્રાયોગિક ધોરણે ટેસ્ટ થઈ રહ્યા છે અને એ તમામ ટેસ્ટનું પરિણામ પીસીઆર ટેસ્ટની જેમ સંતોષકારક આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news