ગુજરાતમાં કોરોના સંક્રમણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં 390 નવા કેસ સામે આવ્યા છે. આ વચ્ચે એમ્સના ડાયરેક્ટર રણદીપ અહીંયા પહોંચી ગયા છે. ગુજરાતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 7403 થઈ ગઈ છે. તેમજ 24 લોકોનું મૃત્યું થયા બાદ કોનાથી મરનાર નો આંકડો 449 થઈ ગયો છે. કોરોનાના લીધે શુક્રવારે થયેલ મૃત્યુમાં 90% મામલાઓ અમદાવાદના છે.
સ્થિતિ બગડતા કેન્દ્રે ઉતાવળમાં એમ્સ ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ને ગુજરાત મોકલ્યા છે. તેઓ આજે કોરોના પ્રભાવિત રાજ્યોની મુલાકાત લેશે.ગુજરાતમાં કોરોનાવાયરસથી સંક્રમણ અને મૃત્યુના મામલે વૃદ્ધિ વચ્ચે એમ્સ નિર્દેશક ડો રણદીપ સહિત વિશેષજ્ઞોની એક ટીમ અમદાવાદ પહોંચી.આધિકારિક સુત્રોએ કહ્યું છે કે કેન્દ્ર થી મળેલા આ દેશો બાદ અને એમ્સના મેડિસિન વિભાગના ડોક્ટર મનીષ શુક્રવારની સાંજે ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન થી અમદાવાદ રવાના થયા.
Cm રૂપાણીએ કેન્દ્ર સરકારને કરી હતી વિનંતી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં વિકરાળ સ્થિતિમાં નજર રાખતા કેન્દ્રને વિનંતી કરી હતી. જેના બાદ એમ્સના ડાયરેક્ટર રણદીપ અને ડૉ મનીષ ને ગુજરાત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો.મુખ્ય સચિવ સ્વાસ્થ્ય વિભાગ જયંતિ રવિએ જણાવ્યું કે બંને રાજ્યમાં મૃત્યુ દર ઘટાડવા મદદ માટે આજે ગુજરાત પહોંચશે. બંને આજે ફ્લાઈટ થી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને એસપી હોસ્પિટલની મુલાકાત લેશે અને સ્થિતિ જોશે. બંને એક્સપર્ટ અમારા ડૉક્ટર સાથે વાતચીત કરશે અને તેઓને જરૂરી તાલીમ પણ આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news