ચેતવણી: પૃથ્વી પર જીવલેણ વાઇરસને જન્મ આપી શકે છે મંગળ ગ્રહથી લાવવામાં આવેલી આ વસ્તુ

કોરોનાવાયરસની તબાહી બીજા ગ્રહો પર જીવન શોધી રહેલ વૈજ્ઞાનિકોની વિચાર ધારાને બદલી ને રાખી દીધી છે.અમેરિકાની અંતરિક્ષ એજન્સી અને વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે બીજા ગ્રહો પરથી લાવવામાં આવેલા નમૂનાઓ પૃથ્વી પર કોઈ નવા વાયરસનો ખતરો વધારી શકે છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર સ્કોટ એ કહ્યું કેમંગળ ગ્રહથી લાવવામાં આવેલ માટીના નમૂના પૃથ્વી પર કોઈ નવા ખતરનાક વાયરસને આમંત્રણ આપી શકે છે. એટલા માટે મંગળ ગ્રહ પરથી પરત આવતી વખતે પ્લેનેટરી પ્રોટેક્શન ને ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે.

સ્કોટએ કહ્યું કે મારી સલાહ મુજબ મંગળ ગ્રહના પહાડોમાંથી જે લાખો વર્ષ જૂની તેમાં જીવનસૂત્ર હશે જે પૃથ્વીને સંક્રમિત કરી શકે છે. સેમ્પલ આવ્યા બાદ તેને કવારટીન કરવામાં આવવું જોઈએ.જ્યાં સુધી એ સાબિત ન થઈ જાય કે એમાં ઈબોલા વાયરસ જેવો કોઈ ખતરો નથી.

તેમણે કહ્યું કે બીજા ગ્રહો પરથી ધરતી પર નમૂના લઇને પાછા આવનારા અવકાશયાત્રીઓને પણ કવારટીનનું પાલન કરવુ જોઈએ.જેમ કે ચંદ્ર પર મોકલવામાં આવેલા apollo mission બાદ કરવામાં આવ્યું હતું.અંતરિક્ષ યાત્રીઓ ઉપરાંત અંતરિક્ષયાનો માટે પણ પ્રોટોકોલ હોવો જોઈએ.

મિશન પર ગયેલા રોકેટ અને તમામ ઉપકરણો અને કેમિકલ ક્લીનીંગ પ્રોસેસમાં રાખવા જોઈએ. સાથે આ તમામ વસ્તુઓ ઊંચી ગરમીમાં રાખવી જોઈએ.

જણાવી દઈએ કે ગયા વર્ષે જ નાસાના પ્રશાસનિક અધિકારી જિમ બ્રાન્ડ્સને વર્ષ ૨૦૨૦ સુધી ચંદ્ર અને વર્ષ ૨૦૩૦ સુધી મંગળ પર મોકલવા નો ઉલ્લેખ કર્યો હતો. ઘણા વૈજ્ઞાનિકો લાલ ગ્રહ ના નમૂના ને પૃથ્વી માટે ભયજનક માની રહ્યા છે. જોકે આ તર્ક અને આજ સુધી કોઈ વૈજ્ઞાનિક સાબીત નથી કરી શક્યું.

નાસા ઉપરાંત રશિયા અને ચીન પણ મંગળ ગ્રહ પર મિશન મોકલવાની યોજના બનાવી રહ્યું છે. ચીન અને અમેરિકા 2030 થી લઈને 2032 વચ્ચે મંગળ ગ્રહ પર મિશન મોકલવા વિશે વિચારી રહ્યા છે.થોડા સમય પહેલા એવા પણ સમાચાર આવ્યા હતા કે નાસા યુરોપિયન એજન્સી સાથે મળીને મંગળ ઉપર મિશન મોકલી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *