હવે આવા કામ માટે પણ પોલીસ પરમીશન લેવી જરૂરી, પરમીશન નહી લીધી હોય તો જશો જેલ

હવે ઘરમાં કોઈ મૃત્યુ પામ્યું હોય અને મરણવિધિમાં ભેગા થવું હોય તો પણ પહેલા પરમિશન પોલીસ પાસેથી મેળવી લેજો નહિતર પોલીસ ગુનો દાખલ કરી શકે છે. આવો એક બનાવ સુરતના પાંડેસરામાં બન્યો છે. પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ આકાશ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ બુધ્ધિરામ પાંડેની માતા કૌશલ્યાદેવીનું 30મી એપ્રિલના રોજ અવસાન થયું હતું. જેથી પરિવારજનો અને સંબંધીઓ પિંડદાન વિધી માટે કર્મકાંડ મહારાજ સહિત 12 જણા ભેગા થયા હતા.

તમામ એક પછી એક મુંડન કરાવી રહયા હતા ત્યારે પાંડેસરા પોલીસે આવી પહોંચી. પરિવારજનોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ રાખ્યો ન હતો. જેથી પોલીસે પરિવારજનો અને સંબધીઓ-કર્મકાંડી તેમજ હેર સેલુન ચલાવતા યુવક સહિત 12 જણાને પોલીસ સ્ટેશને લાવી જાહેરનામાં ભંગની કલમો સહિતનો ગુનો નોંધ્યો હતો. પાંડેસરા પોલીસે મૃતક કૌશલ્યાદેવીના પુત્ર રમેશ પાંડે, રાજનાથ તિવારી, રાકેશ પાંડે, રવિશંકર તિવારી, ઉદય શંકર તિવારી, ધર્મેન્દ્ર પાંડે, પ્રેમચંદ શર્મા, સંજય મિશ્રા, પ્રશાંત પાંડે, કર્મકાંડી ઘનશ્યામ તિવારી અને હેર કટીંગ કરનાર રામ નરેન્દ્ર શર્માની ધરપકડ કરી હતી.

ટોળુ વળતા સ્થાનિકે ઇમેલથી ફરિયાદ કરી

સોસાયટીમાં લોકડાઉનનો અમલ થતો ન હોવાની બાબતે સ્થાનિકે ઈમેલથી પાંડેસરા પોલીસમાં ફરિયાદ કરી હતી. જેને લઇ પાંડેસરા પોલીસે ચેકિંગ હાથ ધરી ભેસ્તાન સુંદરમ રેસીડન્સીના કમ્પાઉન્ડમાંથી 9મી તારીખે જેનું નામ શૈલેદ્રસિંહ શ્યામસિંહ બગેલ નામના યુવકને પકડયો હતો. સુંદરમ રેસીડન્સીમાં લોકાડાઉનનું પાલન નહિ કરી ટોળું વળીને બેસી રહેતા હોવાની ફરિયાદ ઈમેલથી આવી હતી. વારંવાર સ્થાનિકોએ કહેવા છતાં ન માનતા આખરે એક સ્થાનીકને પોલીસમાં અરજી આપવાની નોબત આવી હતી.

પાંડેસરામાં વૉલીબૉલ રમતા 6 પકડાયા

સુરતના ભેસ્તાન શિવનગર સોસાયટીના ગ્રાઉન્ડ પર યુવકો 8મી તારીખે રાત્રે વોલીબોલ રમતા હતા. આ અંગે પાંડેસરા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે વખતે પકડી પાડયા હતા. પકડાયેલામાં સત્યમ દેસાઈ, અનીશ પટેલ, મિલન ચાવડા, જીજ્ઞેશ ગોવાલબંસ, કિશોર પટેલ અને જીગર પટેલ છે. તમામ શિવનગર સોસાયટીમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *