મહારાષ્ટ્રના અમરાવતીના એક આઇસોલેશન વોર્ડ માંથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે.જ્યાં એક ગામના વ્યક્તિએ એક ગરીબ મહિલા પર શારીરિક સંબંધ બનાવવાનો દબાવ કર્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. મહિલાની ફરિયાદ પર કેસ નોંધી આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે.
અમરાવતી જિલ્લાના ચાંદુર રેલવે પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વડગામ રાજદી ગામમાં જિલ્લા પરિષદની સ્કુલમાં એક આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. જ્યાંથી આ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
ગામના જ રહેવાસી પુલીસ પાટીલ રણજીત ગજબે નામના વ્યક્તિએ આઇસોલેશન વોર્ડમાં મહિલા સાથે શારીરિક સંબંધ બનાવવાની માંગ કરી. આ ઘટનાની ફરિયાદ મહિલાએ પોલીસને કરી. પોલીસે કેસ નોંધી આરોપીને ગિરફ્તાર કરી લીધો છે.
મહિલા સાથે શારીરિક સંબંધ બનાવવાની અભદ્ર માંગણી
આ મામલે પોલીસનું કહેવું છે કે આઇસોલેશન વોર્ડમાં મુંબઈથી મજુરી કરનારો એક પરિવાર પોતાના ગામ પરત ફર્યો. નિયમ અનુસાર કોરોના સંક્રમણને લીધે મહિલાએ પોતાના પરિવાર સાથે ગામમાં બનાવવામાં આવેલ આઇસોલેશન વોર્ડમાં પોતાને ૧૪ દિવસ માટે રહ્યા હતા. ગામમાં રહેતો પુલીસ પાટીલ રણજીત ગજબે દારૂ પીને મહિલા પાસે આઇસોલેશન વોર્ડમાં આવ્યો અને તેનો હાથ પકડી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી તેને શારીરિક સંબંધ બનાવવા માટે ભાર આપવા લાગ્યો.
પોલીસે આરોપીની કરી ધરપકડ
સાથે જ તેણે મહિલાને ધમકી આપી કે જો તેમની માગણીઓ પૂરી ન કરી તો તેને જમવાનું આપવામાં આવશે નહીં. આરોપીની આ હરકતને કારણે મહિલા ગભરાઈ ગઈ અને બૂમો પાડવા લાગી. મહિલાનો અવાજ સાંભળી ત્યાં લોકો ભેગા થઇ ગયા.મહિલાએ તમામ ઘટનાની જાણકારી આશાવર્કર અને ગ્રામ પંચાયતના કર્મચારીઓ ને આપી અને પોલીસે આ ઘટનાની ફરિયાદ દાખલ કરી. આરોપીને પકડી લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news