ઉત્તર પ્રદેશના બુલંદ શહેર માં એક વ્યક્તિ એક પોતાનો અંગૂઠો કાપી નાખ્યો. કારણ ખાલી એટલું જ કે તેણે હાથી ની જગ્યાએ કમળનું નિશાન દબાવી દીધું. આ વ્યક્તિનું નામ પવન-કુમાર છે અને તેની ઉંમર 25 વર્ષ છે. ગુરુવાર 18 એપ્રિલ એ બુલંદ શહેર માં આવેલ અબ્દુલ્લા ઇસનપુરમાં તેઓ વોટ આપવા ગયા હતા.
વિનોદ કુમારે જણાવ્યું કે પવન પાછલા સાત વર્ષથી દિલ્હીમાં માનસિક અવસ્થાનું નિરાકરણ કરાવી રહ્યો છે. તેમણે કહ્યું કે,” હું સાંજે 5:00 ગાડી ચલાવીને ઘરે પહોંચ્યો તો મને ખબર પડી કે પવન ને આંગળી કાપી લીધી છે. મને ખબર પડી કે બપોરે જ્યારે તેઓ વોટ આપીને ઘરે આવ્યો ત્યારે ખવડાવે પૂછ્યું કે કોને વોટ આપ્યો? તો પવન એ જવાબ આપ્યો કે અંધારું હતું અને મને ખબર ન રહી.”
પછી કહ્યું કે કમળના નિશાન પર વોટ નાખીને આવ્યો છે. ઘરવાળા તેને જણાવ્યું કે હાથી નું બટન દબાવવાનું હતું. જેના કારણે પવનને ખોટું લાગ્યું અને તે આખો દિવસ વિચારતો રહ્યો કે તેના ત્યારે ભૂલ કઈ રીતે થઈ. સાંજે પશુઓને ચારો નાખતી વખતે ચારો કાપવા માં તેણે પોતાની આંગળી પણ કાપી લીધી.
પવન પોતાની આંગળી પર મત આપવાને કારણે જે શાહીનું નિશાન હોય છે તે દૂર કરવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ નિશાન ન જતાં તેણે પોતાની આંગળી જ કાપી લીધી. પછી દુઃખી હતો રાડો પાડવા લાગ્યો અને ઘરવાળા હોસ્પિટલ લઈ ગયા.