અલ્પેશ ઠાકોરનું સુરસુરિયું: કોંગ્રેસ વિરુદ્ધ ઠાકોરસેનાના નામે પ્રચાર ન કરી શક્યો, વાંચો સમગ્ર મામલો

Published on Trishul News at 12:35 PM, Mon, 22 April 2019

Last modified on April 22nd, 2019 at 12:35 PM

ઠાકોર સેનાના ખભે બંદૂક રાખી રાજનીતિ કરનારાં કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને હવે ઠેર ઠેર જાકારો મળી રહ્યો છે. મહેસાણા, ભાભર, દિયોદર સહિત વિવિધ વિસ્તારોમાં ઠાકોરો અલ્પેશ ઠાકોરનો સાથ છોડી રહ્યાં છે. પરિણામે એવી પરિસ્થિતી જન્મી છે કે, અલ્પેશ ઠાકોર ૨૦ દિવસ દરમિયાન માત્ર બે સભા કરી શક્યાં છે.

ઠાકોરસેનાને આગળ ધરી કોંગ્રેસમાં રાજીનામુ આપનારાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપને જીતાડવા પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૈાધરી સાથે હાથ મિલાવી મોટો સોદો કર્યો છે તેવો ખુદ ઠાકોર સેનાના આગેવાનો જ આક્ષેપ કરી રહ્યાં છે.

પરપ્રાંતિય પર હુમલા થયા ત્યારે ઠાકોરો પર ૨૦૦થી વધુ કેસો થયાં છે. ઠાકોરોના હર્મદર્દ હોવાનો દાવો કરનારાં અલ્પેશ ઠાકોર આ મામલે એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી. ઠાકોર સેનાના આગેવાનોનુ જ કહેવુ છેકે, પરપ્રાંતિયોના મુદ્દે કેસો થયાં ત્યારે સરકારે કેમ કેસો પાછા ખેંચતી નથી. શા માટે અલ્પેશ ઠાકોરને આ મામલે ઠાકોરોની ચિંતા નથી.

ઠાકોરોના વિરોધને લીધે અલ્પેશ ઠાકોર અત્યાર સુધીમાં દિયોદર અને ડીસામાં જ સભા કરી શક્યા છે.આમ, ભાજપ સાથે રાજકીય સોદા કર્યાની પોલ ઉઘાડી પડતાં ઠાકોર સેના જ અલ્પેશ ઠાકોરથી વિખુટી પડી રહી છે.

પંજાના નિશાન પર ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર કેમ ધારાસભ્યપદેથી રાજીનામુ આપતા નથી : અમિત ચાવડા

બનાસકાઠા અને પાટણમાં ભાજપને જીતાડવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ધમપછાડાં કર્યાં છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુંકે, લોકસભાની ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોરનુ ધારાસભ્યપદ છિનવી લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અલ્પેશ ઠાકોર અત્યારે કોંગ્રેસ વિરુધ્ધ પ્રવૃતિ કરી રહ્યાં છે જેની કોંગ્રેસે ગંભીર નોંધ લીધી છે.

તેમણે એમ પણ કહ્યું કે, ટૂંકા ગાળામાં અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ પક્ષે ઘણુ બધુ આપ્યુ છે.કદાચ અન્ય નેતાને આવી તક મળી નથી. આમ છતાંય અલ્પેશ ઠાકોર વ્યક્તિ મહ્ત્વકાંક્ષાને લઇને પક્ષની વિચારધારાથી ઉપરથી ઉઠીને માંગ કરી કરે તે કોઇપણ રાજકીય પક્ષને સ્વિકાર્ય હોઇ શકે નહીં, અલ્પેશ ઠાકોર પંજાના નિશાન પર ચૂંટાયા છે તો શા માટે તેઓ સ્વૈચ્છિક રીતે રાજીનામુ આપતાં નથી તે સમજાતુ નથી.

Be the first to comment on "અલ્પેશ ઠાકોરનું સુરસુરિયું: કોંગ્રેસ વિરુદ્ધ ઠાકોરસેનાના નામે પ્રચાર ન કરી શક્યો, વાંચો સમગ્ર મામલો"

Leave a comment

Your email address will not be published.


*