હાથ-પગ બાંધી શિક્ષક કરતો દીકરી પર દુષ્કર્મ, માતા પણ આપતી સાથ- જાણો કેવી રીતે ઘટના બહાર આવી

મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના પોરસામાં એક શિક્ષકે પોતાની દીકરી સાથે બે વખત દુષ્કર્મ કરી નાખ્યું. દુષ્કર્મ કરતા પહેલા દીકરીના હાથ-પગ બાંધી દેવામાં આવતા હતા. શરીર પર…

મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના પોરસામાં એક શિક્ષકે પોતાની દીકરી સાથે બે વખત દુષ્કર્મ કરી નાખ્યું. દુષ્કર્મ કરતા પહેલા દીકરીના હાથ-પગ બાંધી દેવામાં આવતા હતા. શરીર પર બટકા ભરવાના નિશાન પણ દેખાઇ રહ્યા છે. પિતા ઉપર સતત દુષ્કર્મ કરવાનો આરોપ લગાવતા એક કિશોરીએ મોટી બહેનના માધ્યમથી ચાઈલ્ડ હેલ્પલાઈન પર ફરિયાદ આપી હતી.

આ શરમજનક ઘટનામાં માતા-પિતા બંને સામેલ છે. પોલીસે આરોપી પતિ પત્નીને હિરાસતમાં લઈને પૂછપરછ આદરી છે. ઘટનાના પ્રાથમિક તથ્યો સામે આવવા પર પોલીસે કેસ નોંધી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બુધવારના રોજ બંનેનું મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો.

દીકરીને ઘરમાં જ કરી રાખી હતી કેદ

ઘરની બહાર કોઈને ખબર ન પડે એટલા માટે દીકરી ને ઘરમાં જ કેદ રાખવામાં આવી હતી. પિતા દ્વારા જ દુષ્કર્મ કરવાથી હેરાન કિશોરીએ પોતાની પરિણીત મોટી બહેનને આના વિષે જાણકારી આપી હતી. તેની ફરિયાદ ચાઈલ્ડ હેલ્પલાઈનમાં કરવામાં આવી. ત્યાંથી આવેલા સભ્યોએ બાલિકાને કેદમાંથી છોડાવીને પોલીસને જાણ કરી હતી. પોલીસે બંને પતિ-પત્નીને ગિરફતારમાં લઇ ગંભીર પૂછપરછ કરી છે.

દુષ્કર્મ કરાવવામાં માતા પણ સાથે રહેતી હતી

સૌથી મોટા દુર્ભાગ્યની વાત તો એ છે કે એવું પણ જોવા મળ્યું છે કે માતા જ પોતાની દીકરીને દુષ્કર્મ કરવામાં પતિ સાથે મળેલી હતી. આરોપી પિતા દ્વારા પીડિતાની બે મોટી બહેનો સાથે પણ લાંબા સમય સુધી છેડખાની કરવામાં આવી હતી તેની પણ ફરિયાદ થઈ છે. પોલીસે બંને આરોપીઓ તેમજ પીડિતાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઇ ગયા છે.

કલેકટર દ્વારા કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન

આ વિશે મુરેના કલેકટર પ્રિયંકા દાસે કહ્યું છે કે શિક્ષક દ્વારા પોતાની જ પુત્રી સાથે દુષ્કર્મ કરવાની ઘટના શરમજનક છે. તેમણે કહ્યું કે પ્રશાસન આરોપીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં કોઈ ઢીલ નહીં દાખવે. નિયમ અનુસાર શિક્ષક ને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરવામાં આવશે કારણ કે શિક્ષકના પદની ગરિમાના વિરુદ્ધ કૃત્ય કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *