મજૂરો ઘરને બદલે પહોચી રહ્યા છે યમલોક: વધુ 16 પ્રવાસી મજૂરોનું મૃત્યુ , 66 ઘાયલ

વતન પગપાળા જઈ રહેલા મજુરોના અકસ્માત, ભૂખ ને કારણે મોત થવાના કીસ્સ્સા વધી રહ્યા છે. તે કડીમાં હવે મધ્યપ્રદેશના ગુનામાં બુધવાર રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી ગઈ.જિલ્લાના એક વિસ્તારમાં એક ટ્રક અને બસની ટક્કર થવાથી 8 મજૂરોનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે લગભગ 50 મજૂરો ઘાયલ છે. આ તમામ મજૂરો ટ્રકમાં બેસેલા હતા.તેમજ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જનપદ માં એક બસએ પગપાળા જઈ રહેલા મજુરોને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં છ મજૂરોના મૃત્યુ થઈ ગયા હતા, જ્યારે ચાર મજૂરો ગંભીર રીતે ઘાયલ છે.આ ઉપરાંત બિહારના સમસ્તીપુરમાં બસ અને ટ્રક વચ્ચે એકસીડન્ટ થવાથી 2 મજુરોના મૃત્યુ અને 12 મજૂરો ઘાયલ થઈ ગયા છે.

આઠ મજુરોના મૃત્યુ, ૫૦ ઘાયલ

મધ્યપ્રદેશના ગુનામાં એક ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થવાથી 8 મજૂરોને મૃત્યુ થઈ ગયું છે, જ્યારે લગભગ ૫૦ જેટલા મજુરો ઘાયલ છે. ઘાયલોને જીલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મજૂરો મહારાષ્ટ્રથી પોતાના રાજ્ય ઉત્તર પ્રદેશ રહ્યા હતા. જણાવી દઈએ કે lockdown ના કારણે અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા મજૂરો પોતાના રાજ્યમાં જવા માટે પગપાળા યાત્રા કરી રહ્યા છે. સરકારે તેમને આવું કરવાની ના પાડી છે.

મુઝફ્ફરનગરમાં બિહાર જઈ રહેલા મજુરોને બસે ચગદી નાખ્યા, છ ના મૃત્યુ

આ પ્રકારની દુર્ઘટના બુધવારે મોડી રાત્રે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં થઈ. ચેકપોસ્ટ પાસે એક બસે પગપાળા જઈ રહેલા મજુરોને ચગદી નાખ્યા. આ દુર્ઘટનામાં છ મુસાફરોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. આ ઘટનામાં બે ઘાયલોને મેરઠ મોકલવામાં આવ્યા છે.

સમસ્તીપુર માં બે મજૂરો નું મૃત્યુ, 12 ઘાયલ

બિહારના સમસ્તીપુર ના શંકર ચોકમાં ગુરૂવારની સવારે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં બે મજૂરો મૃત્યુ થઈ ગયું છે જ્યારે ૧૨ લોકો ઘાયલ થઇ ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ મુજફ્ફરપુરથી નીકળી કટિહાર જઈ રહી હતી જેમાં ૩૨ પ્રવાસી મજૂરો હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *