દેશ માં કોરોના સંકટ ને લીધે 24 માર્ચ થી lockdown ચાલી રહ્યું છે. જેના લીધે પ્રવાસી મજૂરોની મુશ્કેલીઓ દિવસે-દિવસે વધતી જઈ રહી છે, આવી પરિસ્થિતિમાં હવે મજૂરો પલાયન કરવા માટે મજબૂર બન્યા છે.
Lockdown ને લીધે દેશમાં વાહન વ્યવહારની સેવાઓ ઠપ છે. પ્રતિબંધ લાગવાની લઈને મજૂરો પગપાળા હજારો કિલોમીટર ચાલીને પોતાના ઘર તરફ જતા દેખાઈ રહ્યા છે.
મજુરોના પલાયનની કેટલીક એવી તસવીરો સામે આવી છે જે મનને ઢંઢોળી ને રાખી દે છે. સાથે જ આ તસવીરોએ વ્યવસ્થા પર ઘણા સવાલો ઉભા કર્યા છે. તેમાંથી સૌથી મોટો મોટો સવાલ એ છે કે શું રાજ્ય સરકારો મજૂરો માટે કંઈ નથી કરી શકતી?
દેશભરના અલગ-અલગ રાજ્યો થી મજૂરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ છે. જે રાજ્ય સરકારને સવાલના ઘેરામાં ઊભી કરે છે.
એક તસવીર છે જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.દિલ્હીથી મહોબા માટે નીકળેલા મજૂર પરિવાર માં શામેલ બાળક જ્યારે પગપાળા ચાલતો થાકી ગયો તો તે સુટકેસ પર જ સૂઈ જાય છે અને તેની માતા તેને ખેંચતા દેખાઈ રહી છે.
પલાયન કરી રહેલા વધારે મજૂરો બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના રહેવાવાળા છે.તેમજ પંજાબ અને હરિયાણાથી પર મજૂરો પગપાળા જ હજારો કિલોમીટરનું અંતર કાપી ઘરે જવા માટે મજબૂર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ નું કહેવું છે કે દેશના આઠ કરોડ મજૂરોને આ પેકેજથી ફાયદો મળશે.
તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશ યુપી જઈ રહેલા આઠ મજૂરોનું રોડ દુર્ઘટના મૃત્યુ થઈ ગયું છે જ્યારે 50થી વધારે લોકો ઘાયલ છે. મજૂરોની આ પરિસ્થિતિ જોઈ રાજ્ય સરકાર ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે.
આ તસવીરોને જ જોઈ એક તસવીર યાદ આવી જાય છે જે 2015માં સીરિયામાં ગૃહ યુદ્ધના સમયની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news