કોરોનાના કપરા કાળમાં ગુજરાતીઓ ત્રસ્ત છે. ગુજરાતમાં કપરા સમયે અનેક સેવાભાવી સંસ્થાઓ અને સરકાર રાહત કામ કરી રહી છે પણ અમુક એવા પણ નેતાઓ છે જેણે ખરા અર્થમાં નેતા બનવાનો ધર્મ નિભાવ્યો છે. આ નેતાઓની કસોટી કપરા કાળમાં જ થતી હોય છે. ઘણા નેતા અને ધારાસભ્યોએ સારી સેવા કરી છે પણ જયેશ રાદડિયાની અસામાન્ય સેવાએ તેમના મતક્ષેત્રના જ નહી ગુજરાતીઓના દિલ જીતી લીધા છે અને તેઓ રાજનેતામાંથી લોકનેતા બની ચુક્યા છે.
કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા ગુજરાત ભાજપ ના દિગ્ગજ નેતા છે અને વિઠ્ઠલ ભાઈ રાદડીયાના દીકરા છે. જામકંડોરણાના વતની પંથકમાં પહેલેથી જ લોકપ્રિય છે. પણ જયારે તેમના વતન વાસીઓને તકલીફ આવી ત્યારે પોતાની તિજોરી ખુલ્લી મુકીને લોકોની સેવા કરી છે. સુરત રહેતા વતનવાસી હોય કે ગામડામાં રહેતા દુખિયારા પરિવારોને અનાજ પાણી હોય કે દવા, તમામને પોતાના બળે સહાય કરીને મદદ કરી છે.
સુરત થી સૌરાષ્ટ્ર જવા પોતાના વિસ્તારના લોકોને મફત બસ સેવા આપીને રાતોરાત ગામડે પહોચાડવાની સેવા કરીને સુરત વાસીઓના દિલમાં પણ કાયમી જગ્યા બનાવી લીધી છે.
પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ રાજ્યમા વસતા મઘ્યમવર્ગીય (Non NFSA)APL-1 રેશનકાર્ડ ધરાવતા 61 લાખ પરીવારોને સહાયરૂપ થવામાટે રાજ્ય સરકાર તેમજ પુરવઠા વિભાગ દ્વારા “મે”મહીનાનુ અનાજ જેમા ૧૦ કિલો ઘઉં,૩ કિલો ચોખા,૧કિલો ચણાદાળ/ચણા,૧ કિલો ખાંડ નુ વિતરણ વિનામુલ્યે વિતરણ પણ વિનાવીઘ્નએ પૂર્ણ કરાવ્યું હતું.
સુરત થી જામકંડોરણા તેમજ જેતપુર આવવા માટે મુશ્કેલી હોય જેને ધ્યાને લઈને અમારી સંસ્થા દ્વારા આગવી પહેલ કરીને જેતપુર-જામકંડોરણા વિસ્તારના તમામ સુરત નિવાસી પરીવારોને પરત આવવા માટે શ્રી જામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય દ્વારા સંસ્થાના ખર્ચે સુરત થી જામકંડોરણા તેમજ જેતપુર આવવાની પ્રાઈવેટ બસો દ્વારા વ્યવસ્થા કરેલ હતી.
સુરત થી આવનાર તમામ પ્રાઈવેટ બસની સરકારી મંજુરી તેમજ રજીસ્ટ્રેશન મેળવવાની કામગીરી ઉપરોક્ત સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવશે. કોઈ પરીવાર પાસે પોતાનુ ફોર વ્હીલ વાહન હોય અને એમને એ વાહન લઈ ને આવવુ હોય તો પણ સમિતિના કાર્યકર્તાઓ મંજુરી મેળવવામાં મદદરૂપ થશે પરંતુ તેમને પોતાના ખર્ચે આવવાનુ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news