અમ્ફાનના તોફાનથી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભયંકર તબાહી મચી ગઈ છે. બંને રાજ્યોમાં એક ડઝનથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. મોડી રાત સુધી ભારે વરસાદ અને તોફાની પવનોથી બંને રાજ્યો હચમચી ઉઠ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોમાં કોઈએ આવી તબાહી જોઇ નથી અથવા સાંભળી નથી. પવનની ગતિ જાણે પૃથ્વી પરની દરેક વસ્તુને જડમૂળથી કાઢી નાખવાની તૈયારીમાં હતી.
અમ્ફાનના તોફાનથી થોડા જ કલાકોમાં ઓડિશા અને બંગાળના લોકોને વિનાશની ઝલક જોવા મળી. વાવાઝોડાની ગતિ ઓછી થાય તે પહેલા જ કલકત્તામાં બધું જ ઉથલ-પાથલ થઈ ગયું હતું. શહેરમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયું હતું. ગાડીઓ બોટની જેમ તરતી હતા. રસ્તાઓ પરથી ઝાડ ઉખડી ગયા હતા. વિશાળ હોર્ડિંગ્સ, ઇલેક્ટ્રિક થાંભલાઓ પણ મૂળજડથી ઊખડી ગયા હતા.
બુધવારે સાંજે વાવાઝોડુ પુર જોરમાં હતું. હાવડા બ્રિજ પણ તેની આગળ નમી ગયો. તોફાનના પવન પુલ ઉપરથી અને નીચે આવીને એવી રીતે લપેટાઈ ગયા કે, પુલ દેખાતો બંધ થઈ ગયો. હાવડામાં તોફાનના જોરદાર પવનથી શાળાની છતો પણ ઉડી ગઈ હતી.
રાહત અને બચાવ કામગીરી ચાલુ
બંગાળમાં વિનાશનું દ્રશ્ય ઘણા સ્થળોએ છે. રાહત ટીમો રસ્તાઓ પરથી તૂટેલા ઝાડને કાઢવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કામ પૂર્ણ થવાનું નામ નથી લઇ રહી. રસ્તાઓ પર આવેલા પૂરને કારણે રાહત કામગીરી વધુ મુશ્કેલ બની રહી છે.
કોલકાતામાં 130 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
બંગાળના દરિયાકાંઠે તોફાન ટકરાયા બાદ તોફાનની ગતિ પ્રતિ કલાક 180 કિ.મી.થી વધુની ઝડપે પહોંચી હતી, જ્યારે કેટલાક કલાકો પછી કોલકાતા શહેરમાં પવન સતત 130 કિ.મી. પ્રતિ કલાક પવનને ગતિ પકડી લીધી હતી. અમ્ફાનનો સૌથી વધુ વિનાશ પશ્ચિમ બંગાળ, ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, મિદનાપુર અને કોલકાતામાં રહ્યો.
બંગાળમાં 10-12 લોકોનાં મોત થયાં
પશ્ચિમ બંગાળમાં તોફાનને કારણે કેટલી તબાહી મચી ગઇ તેની હજુ જાણકારી બાકી છે, પરંતુ સીએમ મમતા બેનર્જી કહી રહ્યા છે કે, ઓછામાં ઓછા 10-12 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તેઓ કહે છે કે, અત્યારે ચોક્કસ આંકડાઓ વિશે કોઈ સચોટ માહિતી નથી, પરંતુ 10-12 લોકોનાં મોત નીપજ્યાં છે.
ઓડિશામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો
બંગાળ કરતા આ વાવાઝોડાથી ઓડિશાને ઓછી અસર થઈ છે. અહીં બાલાસોર, ભદ્રક અને કેંદ્રપાડામાં વધુ અસર જોવા મળી હતી પરંતુ આ વિસ્તારોમાં પણ પવનની ગતિ 110 કિ.મી.થી વધુ નહતી. આ હોવા છતાં, ઓડિશામાં અત્યાર સુધીમાં 3 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે.
6 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
બંગાળ અને ઓડિશામાં લગભગ સાડા છ કરોડ લોકોને સ્થળાંતર કરાયા છે. તોફાનની ઝપેટમાં આવા લોકોની સહાય માટે એનડીઆરએફ અને અર્ધસૈનિક દળો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. ઘણા લોકોને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news