ભારતમાં લોકડાઉન ખુલવાના કારણે માત્ર 3 દિવસમાં થયા ચોંકાવનારા ફેરફાર, જાણો વિગતે

ભારતમાં કોરોના સંક્રમણના કેસ સતત વધતા જઈ રહ્યા છે. દેશમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૮ હજારથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. દુનિયાભરમાં જ્યાં અત્યાર સુધી 54,04,382 લોકો આનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમજ ભારતમાં આ આંકડો વધી 131423 થઈ ગયો છે.

આખી દુનિયામાં જ્યાં 3,43,375 લોકોનું મૃત્યુ થઈ ગયું છે. તેમજ ભારતમાં મોતની સંખ્યા વધીને 3868 પહોંચી ગઈ છે. ફક્ત છેલ્લા ત્રણ દિવસમાં ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 18 હજારથી વધારે નો વધારો થયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 6629 નવા કેસ સામે આવ્યા છે અને 142 લોકોનું મૃત્યુ થયું છે. શુક્રવારના રોજ પણ દેશમાં 6600 થી વધારે સંક્રમણના નવા કેસ સામે આવ્યા હતા અને 137 લોકોનું મૃત્યુ થયું છે. ભારતમાં ઇલાજ બાદ સાજા થનારા લોકોની સંખ્યા 54 હજાર 385 થઈ ગઈ છે.

તેમજ હજુ પણ 73170 લોકોના સંક્રમણથી પીડાય જ છે. દેશમાં સૌથી ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં છે. જ્યાં કોરોના સંક્રમિતની સંખ્યા વધીને 44582 થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં 1517 લોકોનું મૃત્યુ થઈ ગયું છે. મહારાષ્ટ્ર બાદ સૌથી વધારે કેસ તમિલનાડુમાં સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *