વિધર્મી યુવકે સુરતની 14 વર્ષીય કિશોરીનું અપહરણ કરી કરાવ્યો દેહવ્યાપાર- આ રીતે બહાર આવી વાત

સુરતમાં ફરી નાની કિશોરી ને તેનું અપહરણ કરી તેની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવ્યો. એક વિધર્મી યુવક દ્વારા માત્ર 14 વર્ષ ની કિશોરી નું અપહરણ કરી તેની પાસે બદકામ કરાવતો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. સમગ્ર મામલે સુરત ક્રાઇમબ્રાન્ચ એ કિશોરીને અંકલેશ્વર ના ભાડી ગામથી આ નરધામ હેવાન ના ચૂંગલ માંથી મુક્ત કરાવીને મોટી સફળતા મેળવી છે. બાળકીનો પોલીસે કબ્જો લઈ તેની પૂછપરછ કરતા કોઈ ઝાકીર નામનો યુવક તેને ઉપાડી ગયો હતો અને તેની પાસે બદકામ કરાવતો હતો. હાલ તો સુરત પોલીસ આ ઝાકીર નામ ના યુવક ને શોધી રહી છે અને વધુ તપાસ કરી રહી છે.

સુરતના પુણા પોલીસ મથકમાં એક અપહરણનો ગુંનો દાખલ થયો હતો. જેમાં 14 વર્ષ ની કિશોરી તેની દાદી પાસે 20 રૂપિયા લઈ દુકાને શેમ્પુ લેવા ગઇ હતી. તે શેમ્પુ લેવા ગઈ ના કલાકો સુધી પરત નહીં ફરી હતી, ત્યારે પરીવાર દ્વારા તેને શોધવામાં આવી પણ તે મળી આવી નહોતી. ત્યારે આ પરિવાર એ પુણા પોલીસ નો સહારો લીધો હતો.

પુણા પોલીસ એ ગુના ની ગંભીરતા જોઈ તરત જ હરકતમાં મા આવી હતી અને બાળકી ના ફોટો અને માહિતી ક્રાઇમ બ્રાન્ચ સહિત તમામ પોલીસ મથકમાં આપી હતી. પોલીસ એ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે દિવસો વીતી ગયા બાદ પણ કિશોરી નહીં મળી આવી હતી.

ત્યારે અચાનક બે દિવસ બાદ બાળકી ની માતા પર એક મુંબઇ ના નંબર પર થી ફોન આવે છે, ફોન બીજા કોઈનો નહીં પણ તે જ અપહરણ થયેલી બાળકીનો હતો. તે રડી રહી હતી અને કહેવા લાગી મમ્મી મને અહીં થી છોડાવો મને અહીં ગોંધી રાખી છે. મારી સાથે ખરાબ કામ કરાવવામાં આવી રહ્યું છે. રોજ રોજ નવા લોકો આવી અપકૃત્ય કરે છે. ત્યાર બાદ ફોન કટ થઈ ગયો ભોગ બનનાર ની માતા એ તરત જ પુણા પોલીસ મથકમાં સંપર્ક કર્યો. જ્યાં સુરત પોલીસ અને ક્રાઇમબ્રાન્ચ એક્ટિવ થઈ અને આવેલા ફોન નું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યુ. તો તે ભરૂચ અને અંકલેશ્વર નજીક આવેલા ભાડી ગામ ની નીકળ્યું હતું સમગ્ર મામલે પોલીસ લોકેશન વાળી જગ્યા એ પહોચી હતી અને ગુમ બાળકી ની શોધ કરી હતી. ત્યાં જ બાળકી એક ખુલ્લા ખેતરમાં ઉભી રડતી મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *