તમારી આ ખરાબ આદતના કારણે ત્વચા પર થઇ શકે છે ખીલ, જાણો દુર કરવાના ઉપાયો

તમે ભલે તમારી ત્વચાની ગમે તેટલી દેખભાળ કરતા હોવ પરંતુ જો ચહેરા પર વારંવાર હાથ ફેરવવાની આદત હશે તો તે ત્વચાને ખરાબ કરે છે. આમ કરવાથી હાથના કિટાણુ ત્વચાના સંપર્કમાં આવે છે અને તૈલી ત્વચા ઉપરાંત ખીલ, ખરબચડી ત્વચા થવા જેવી સમસ્યાઓ થાય છે. અનેકવાર તે ત્વચાના છિદ્રો ખુલી જવાનું પણ કારણ બને છે. જેના કારણે ત્વચા સૂકી અને ડલ જોવા મળે છે.

વારંવાર ચહેરા પર હાથ લગાવવાથી ખીલ

કેટલીક મહિલાઓને ચહેરા પર વારંવાર હાથ લગાવવાની આદત હોય છે. કોઇ કારણ વગર ચહેરા પર હાથ ફેરવ્યા કરી છે. જો તમે પણ આવું કરો છો તો ચહેરા પર દાણા નીકળવા સ્વાભાવિક છે. જેમ કે આપણે લેપટોપ કે કોમ્પ્યુટર પર કામ કરીએ છીએ તો આપણી આંગળીઓ કીબોર્ડ પર ચાલતી રહે છે. જેનાથી ઘણા બેક્ટેરિયા તમારા હાથના સંપર્કમાં આવે છે અને તમે હાથ મોં પર ફેરવો છો તો તમને ખીલ થવા લાગે છે.

ખીલ દુર કરવાના ઉપાયો:

1. મધઃ

મધમાં એન્ટીસેપ્ટિક ગુણ હોવાને કારણે ખીલવાળી ત્વચા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તમારે તમારી ત્વચા માટે મોટાભાગે મધના માસ્કનો ઉપયોગ કરવો જોઇએ. એક મહિનામાં જ તમે જોઇ શકશો કે તમારી ત્વચા એકદમ સાફ થઇ જશે. તમારી ત્વચામાંથી ખીલ એકદમ જ દૂર થઇ જશે અને તમારો ચહેરો ચમકવા પણ લાગશે.

2. સંતરાઃ

સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવે છે જે ખીલને રોકવા માટે સહાયક બની રહે છે. લગભગ 2 ચમચી સંતરાના રસમાં એક ચમચી બેકિંગ સોડા મિક્ષ કરવું. આ મિશ્રણને ત્વચા પર લગભગ 20 મિનિટ સુધી લગાવીને રાખવું તથા ઠંડા પાણીથી ધોઇ લેવું. સપ્તાહમાં ત્રણથી ચારવાર આ ઉપાય કરવો જ્યાં સુધી તમારા ખીલ દૂર ન થઇ જાય.

3. કેળા:

કેળા ત્વચા માટે એક સંપૂર્ણ આહાર સાબિત થાય છે. અડધા કેળાને એક ચમચી લોટ અને એક ઇંડાના સફેદ ભાગ સાથે મિક્ષ કરવું. આ મિશ્રણને તમારે તમારા ચહેરા પર 20 મિનિટ સુધી લગાવીને રાખવું ત્યાર પછી તેને ગરમ પાણીથી ધોઇ લેવું. સપ્તાહમાં ત્રણ વાર આ પ્રયોગ કરવાથી તમને ખીલની સમસ્યામાંથી તરત જ છુટકારો મળશે.

4. લસણ:

લસણને છીલી અને તેને ધોઇ લેવું. ત્યાર પછી લગભગ 30 મિનિટ સુધી તેને પાણીમાં પલાળીને રાખવું. લસણને પીસીને તેમાં પાંચ ટીપા સફેદ વિનેગાર પણ મિક્ષ કરવું. ખીલને ઝડપથી દૂર કરવા માટે આ મિશ્રણને તમારી ત્વચા પર લગાવીને રાખવું. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે, વધારે ગરમ લસણ તમારી ત્વચાને બાળી શકે છે. માટે તમારે આ મિશ્રણને 10 મિનિટ કરતા વધારે સમય ચહેરા પર લગાવીને ન રાખવું.

5. ફુદીનાના પાન:

એક મુઠ્ઠી ફુદીનના પાનને ધોઇને તેનો રસ નિકાળી લેવો તથા આ રસને 35થી 45 મિનટ સુધી ચહેરા પર લગાવીને રાખવું અને પછી ગરમ પાણીથી ધોઇ લેવું. આ પદ્ધતિ ખીલ માટે એકદમ કાગરગ સાબિત થાય છે. સાથે જ, જો ફુદીનાની ચાનું સેવન કરવામાં આવે તો તે પણ તમારા ચહેરામાં નિખાર લાવવા માટે કારગર સાબિત થાય છે.

6. એલોવેરા:

ત્વચાના દાગ ધબ્બા માટે એલોવેરા એક ઔષધિ સમાન કાર્ય કરે છે. એલોવેરાના પાનથી નિકળતું જેલ માત્ર દાગ ધબ્બાને દૂર કરતું નથી પરંતુ ખીલના નિશાનને પણ જડથી દૂર કરે છે.

7. નાગરવેલના પાન:

નાગરવેલના પાનને પાંચ મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખવાથી ખીલની સમસ્યા દૂર થઇ શકે છે. આ પાનથી તમારા ચહેરા પર થતા ખીલની ફુલ્લીઓનું સોજા દૂર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *