પુલવામાંની ઘટના દરેક ભારતીયને યાદ જ હશે કે કઈ રીતે આપડા 45 જવાન શહીદ થયા હતા. આજે જમ્મુ-કાશ્મીરમાં સેનાએ વધુ એક પુલવામા જેવા હુમલાને નિષ્ફળ કર્યો છે. પુલવામા જિલ્લામાં એક વાહનમાં IED (ઈંપ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઈઝ) ઝડપી લીધું છે. થોડા સમય પછી તેને ઉડાવી દેવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી આજે સવારે આપવામાં આવી છે.
સૂત્રોના આધારે ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, પુલવામામાં પોલીસને મોડી રાતે ખબર મળી કે, અમુક આતંકીઓ એક વિસ્ફોટક ભરેલી કાર લઈ જઈ રહ્યા છે. તેના દ્વારા અમુક લોકેશન પર બ્લાસ્ટ કરવામાં આવી શકે છે. તેથી સેનાએ અમુક રસ્તાઓ તરત જ સીલ કરી દીધા હતા. આ દરમિયાન જ એક શંકાસ્પદ કાર જોવા મળી હતી. તેને રોકતા અમુક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ શંકાસ્પદ કારનો ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ભાગી ગયો. સેનાએ આ ગાડી કબજે કરી લીધી છે.
જવાનોએ કારની પાસે જઈને જોયું તો પાછળની સીટ પર વિસ્ફોટક ભરેલા લીલા રંગના ડ્રમ પડ્યા હતા. તેમણે સમગ્ર રાત કારની વોચ રાખી. ઘટના સ્થળના આસપાસના ઘરોને ખાલી કરવી દીધા. બાદમાં કારને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓનું કોઈ મોટું કાવતરું હતું. કાર પર સ્કૂટરની નંબર પ્લેટ લાગડવામાં આવી હતી, તેનું રજિસ્ટ્રેશન કઠુઆ જિલ્લાનું મળ્યું છે.
થોડા સમય બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે કારને ઉડાવી દીધી. તપાસના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટક બનાવવા માટે, નાઈટ્રિક સોલ્ટ, એમોનિયમ નાઈટ્રેટ અને નાઈટ્રો ગ્લિસરીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પહેલા અંદાજ મુજબ ગાડીમાં 20 થી 25 કિલો વિસ્ફોટક હશે, પરંતુ જ્યારે કારમાં વિસ્ફોટ થયો તો તેનો કાટમાળ 50 મીટર સુધી ફેંકાયો હતો. બોમ્બ ડિફ્યુઝ કરનારા એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે કારમાં ઓછામાં ઓછો 40 થી 50 કિલો વિસ્ફોટક હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news