ધર્મ: વ્યક્તિના મોતના 24 કલાક પહેલા દરેકને આ 4 સંકેતો નો અનુભવ કરાવે છે ભગવાન- વાંચો શાસ્ત્રની વાત

જેનો જન્મ થયો છે, તેનું મૃત્યુ પણ નિશ્ર્ચિત જ છે. આ સત્યને કોઇ નથી બદલાવી શકતું, પરંતુ કયારે આપણું મૃત્યુ થશે, તેની ખબર પહેલા જ…

જેનો જન્મ થયો છે, તેનું મૃત્યુ પણ નિશ્ર્ચિત જ છે. આ સત્યને કોઇ નથી બદલાવી શકતું, પરંતુ કયારે આપણું મૃત્યુ થશે, તેની ખબર પહેલા જ લાગી જાય છે.

માનવામાં આવે છે કે યમલોકના દુત દર વ્યકિતને તેના મૃત્યથી પહેલા યમરાજના ૪ સંદેશ મોકલે છે. જેનાથી એ સમજી શકાય છે કે હવે તેનો અંતિમ સમય આવવાનો છે.

એક પ્રચલિત કથા અનુસાર યમરાજે પોતાના એક ભકત અમૃતને વચન આપ્યો છે કે તે દરેકને મૃત્યુ પહેલા જ ૪ સંકેતો દ્વારા તેની સુચના મોકલે, કારણ કે લોકોને ખબર પડે કે તેનું મૃત્યુ કયારે થવાનું છે અને તેની વચ્ચે તે પોતાના બધા અધુરા કામ કરી શકે.

એક સમયની વાત છે, યમુનાના કિનારે અમૃત નામનો વ્યકિત રહેતો હતો. ત્યાં યમ દેવતાની દિવસ-રાત પુજા કરતો હતો કેમ કે તેને હંમેશા પોતાના મૃત્યુનો ભય સતાવતો હતો. યમરાજ, અમૃતની તપસ્યાથી પ્રભાવિત થઇ અને તેની સામે પ્રકેટ થઇને વરદાન માંગવા કહયું.

અમૃતે યમરાજા પાસે વરદાન માંગ્યું. જેને સાંભળીને યમરાજાએ તેને સમજાવ્યું કે જેનો જન્મ લીધો છે, તેને મરવાનું જ છે. કોઇ પણ મનુષ્ય મૃત્યુથી બચી નથી શકતો. યમરાજની આ વાત સાંભળી અમૃતે તેને કહયું જો મૃત્યુને ટાળી નથી શકાતું તો, ઓછામાં ઓછું મૃત્યુ મારી નજીક હોય, તો મને ખબર પડી જાય કે હું મારા પરિવાર માટે કંઇક પ્રબંધ કરી શકું.

ત્યારપછી યમરાજાએ અમૃતને મૃત્યુ પૂર્વે સુચના આપવાનું વચન આપ્યું. યમ તેના બદલે અમૃતથી કહયું કે તે પણ વચન આપે કે જેવો જ તેને મૃત્યુનો સંકેત મળે, તે સંસાદથી વિદાય લેવાની તૈયારી શરૂ કરી દેશે. આટલું કહયા પછી યમરાજા અદૃશ્ય થઇ ગયો. એમ જ વર્ષો વીતતા ગયા અને અમૃતના યમના વચનથી આશ્ર્ચસ્ત થઇને બધી સાધના છોડીને વિલાસિતાપૂર્ણ જીવન જીવવાનું શરૂ કરી દીધું. મૃત્યુની હવે તેને જરાય પણ ચિંતા ન હતી, ધીરે ધીરે વાળ સફેદ થવા લાગ્યા.

કંઇક વર્ષો પછી બધા દાંત તુટવા લાગ્યા, પછી તેની આંખોની રોશની પણ કમજોર થઇ ગઇ. પછી પણ હજુ સુધી કોઇ યમરાજનું કોઇ સંકેત ન મળ્યું. આ રીતે થોડા વધુ વર્ષો વીતી ગયા અને હવે તે પથારીથી ઉઠવા પર પણ અસમર્થ થઇ ગયો, તેનું શરીર એકદમ લકવાગ્રસ્ત જેવી સ્થિતિમાં પહોંચી ગયું. પરંતુ તેને મનમાં ને મનમાં યમના મોતનું કોઇ સંકેત ન મોકલવા માટે ધન્યવાદ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *