પાકિસ્તાનમાં થયો આતંકી હુમલો બસ માંથી ઉતારીને ૧૪ લોકોને ગોળી મારી

Published on: 3:39 pm, Thu, 18 April 19

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક બસ પર હુમલો થઇ ગયો છે.જેમાં ૧૪ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર આ હુમલો મકરાન કોસ્ટલ હાઇવે પર થયો છે. પાકિસ્તાની સમાચાર પત્ર અનુસાર હુમલાખોરોએ સેનાનો યુનિફોર્મ પહેર્યો હતો.15-20 હુમલાખોરોએ 17-18 તારીખ દરમિયાન મકરાન કોસ્ટલ હાઇવે પર 5 થી 6 બસ રોકી હતી.

હુમલાખોરોએ મુસાફરોના આઇ કાર્ડ ચેક કર્યા અને 16 મુસાફરોને બસ થી ઉતારીને 14 ને ગોળીઓ મારી.

2 મુસાફરો ભાગવામાં સફળ રહ્યા અને ભાગીને નજીકની ચેકપોસ્ટ પાસે પહોંચી ગયા.

બલુચિસ્તાનના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ મોસીન જનરલ બટ એ જણાવ્યું કે હુમલાખોરોએ મુસાફરોને ટાર્ગેટ કર્યા હતા. હાલ પોલીસ કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. હજી સુધી હત્યા પાછળનું કારણ અને યાત્રીઓને ઓળખાણ વિશે માહિતી મળી નથી.

જણાવી દઈએ કે 2015માં બલુચિસ્તાનમાં જ આ રીતેજ આતંકવાદી હુમલો થયો હતો. તે વખતે બંદૂકધારી હુમલાખોરોએ ટ્રેનના બે ડબ્બા માંથી બે ડઝન જેટલા મુસાફરો નું અપહરણ કરી ૧૯ મુસાફરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

જણાવી દઈએ કે પાછલા અઠવાડિયામાં જ પાકિસ્તાનમાં એક આતંકી હુમલામાં 20 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.