લોકસભામાં અને પોતાના ભાષણોમાં એક સમયે કોંગ્રેસ સરકારની શરુ કરાયેલી મહાત્મા ગાંધી નેશનલ રોજગાર સ્કીમ નો વિરોધ કરનાર પ્રધાન મંત્રી મોદીએ ગરીબ અને ગામડાના લોકો માટે મહતવપૂર્ણ યોજનાને કોંગ્રેસની નિષ્ફળતા ગણાવી હતી. ત્યારે હવે આ જ યોજનાથી દેશના લાખો લોકો આજે રોજગાર મેળવી રહ્યા હોવાની વાત સામે આવતા પોતાના વાક્યો પર પ્રધાનમંત્રી મોદીએ ફેરવિચાર કરવાનું થઇ રહ્યું છે.
આ છે, ભાવનગર જિલ્લાના વતની ભરતભાઈ બારૈયા, કોરોનાના કારણે થયેલા લૉકડાઉનમાં ચોક્કસ શરતોને આધીન હવે મનરેગા યોજના હેઠળ કામ ચાલુ થતા તેમને રાહત થઇ છે,મનરેગામાં રોજગારી મળી રહેતા ભરતભાઈને રાહત થઇ છે, મુશ્કેલીમાં રોજગારી આપી મદદ કરવા બદલ તેઓ સરકારનો આભાર માને છે. pic.twitter.com/L1jTAommY0
— PIB in Gujarat (@PIBAhmedabad) May 30, 2020
ગુજરાતના માહિતી વિભાગે મુકેલા અમુક વિડીયોમાં ગુજરાતના યુવાનો રોજગારી મેળવીને કમાણી મેળવી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે. જે એક સારી વાત છે. ભૂતકાળમાં લોકોના લાભ માટે બનેલી યોજનાઓનો પુરજોશ વિરોધ કરનાર ભાજપના નેતાઓને હવે શરમથી માથું જુકાવીને આ યોજનાઓ જ કામગાર છે તેવું સત્ય સહન કરવું પડી રહ્યું હોય તેવો ઘટ સર્જાયો છે.
PM મોદીએ સંસદમાં પોતાના ભાષણમાં આ યોજના વિશે એકવાર કહ્યું હતું કે, ‘મનરેગા એ તમારી નિષ્ફળતાઓનું એક જીવંત ઉદાહરણ છે,’ PM મોદીએ કોંગ્રેસ પર વ્યંગ કરતા કહ્યું હતું કે. આઝાદીના 60 વર્ષ પછી પણ કોંગ્રેસે લોકોને ખાડા ખોદવા મોકલવા પડ્યા હતા.
આ પણ વાંચો:
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news