પાણી ભરવા ગયેલી સગીરાને નરાધમે ઝાડીઓમાં લઇ જઈને…

એકતરફ દેશ “બેટી બચાવો, બેટી પઢાવો”ના નારા લાગી રહ્યા છે, અને બીજી તરફ દિવસે-દિવસે બળાત્કારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દરેક બળાત્કારીઓ આજે ખુલેઆમ ફરી…

એકતરફ દેશ “બેટી બચાવો, બેટી પઢાવો”ના નારા લાગી રહ્યા છે, અને બીજી તરફ દિવસે-દિવસે બળાત્કારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દરેક બળાત્કારીઓ આજે ખુલેઆમ ફરી રહ્યા છે, બળાત્કારીને કોઈ પણ સજા નથી થતી એટલે જ દિવસે દિવસે દરેક લોકોને બળાત્કારના વિચારો આવે છે. આજે એવી જ એક ઘટના સામે આવી છે જેને જાણી તમે ચોંકી ઉઠશો.

ગુજરાતના બોડેલી તાલુકાના ગાજીપુરા ગામે પાણી ભરવા ગયેલી 15 વર્ષની કિશોરી પર ગામના જ એક શખસે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ પોતાના બચાવ માટે બુમરાણ મચાવવા જતા તેણીનું મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો. બોડેલી પોલીસે ફ્રિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

તારીખ 27-05-2020 ના સાંજના સમયના સાડા છ વાગ્યાના સુમારે બોડેલી તાલુકાના એક ગામમાં સીમાડે આવેલ કોતરમાં એક સગીરા તેની પિતરાઈ બહેન સાથે ઘર માટે પીવાનું પાણી ભરવા ગઈ હતી. ત્યારબાદ થોડાક સમયમાં સગીરા સાથે ગયેલ પિતરાઇ બહેન ઘરે આવી અને સગીરાની માતાને વાત કરી કે અમે કોતરમાં પાણી ભરતા હતા તે સમયે હિતેશભાઇ મનોજભાઇ બારીયા આવ્યો અને સગીરાને પકડી તેની સાથે ખેંચતાણ કરતો હતો. આ બધું જોઇને સગીરા ની પિતરાઈ બહેનો ગભરાઈ ઘરે આવતી રહી હતી.

તેવુ કહેતા સગીરાની માતા અને તેના કાકા સાથે કોતરમાં જઇ તપાસ કરતાં સગીરા કોતરમાં ઝાડીઓમાં પડેલ હતી. તેને શરીરે જોતાં કપડાં ફાટેલા હતા ગભરાયેલ હતી. સગીરા ને પૂછતાં તેણે જણાવ્યું કે અમે બંને પાણી ભરતી હતી તે સમયે હિતેશભાઇ મનોજભાઇ બારીયા આવ્યા અને તેણે મારી સાથે જબરદસ્તી કરી હતી અને મારી સાથે ખેચતાણ કરવા લાગ્યા હતા અને કોતરની બાજુ આવેલ ઝાડીમાં ઘસડી લઇ જઇ મારી સાથે બળજબરી થી બદકામ બળાત્કાર કર્યો હતો.

નરાધમે સગીરા ને ધમકી આપી કે જો તુ આ બનાવની જાણ તારા ઘરના માણસોને કે બીજા કોઇને કે પોલીસ સ્ટેશનમાં કરીશ તો તને અને તારા ઘરના માણસોને જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપી તે નરાધમ ભાગી ગયેલ છે. સગીરા ની માતાએ પોલીસ મથકે યુવાન વિરુદ્ધ ફ્રિયાદ નોંધાવતા પોલીસ આરોપી ધરપકડ ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *