કેરળ પાસેના અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેસરમાં ફેરવાઇ જતાં તે આગળ જતાં ડિપ્રેશન તથા ડિપડિપ્રેશનમાં એટલે કે વાવાઝોડાંમાં ફેરવાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જે અંતર્ગત રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી તા.3 અને 4 જુનના રોજ કચ્છમાં હળવો કે મધ્યમ વરસાદની આગાહી કરી હતી, તેના ભાગરૂપે આજે અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો અને વરસાદ પડી રહ્યો છે.
ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇને આગામી 24 કલાકમાં દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. 3 જૂનના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચવાની શક્યતા છે. આ વાવઝોડું સુરતનાં દરિયા કિનારાથી 920 કિમી દૂર છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે. વાવઝોડા સામે રાજ્ય સરકાર તૈયારીઓ કરી રહી છે. આ સાથે NDRFની 11 ટીમો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં દરિયાઇ કાંઠે મોકલવામાં આવી છે જે સાંજ સુધી પહોંચી જશે.
છેલ્લા બે દિવસની હવામાન ખાતાની આગાહી અનુસાર રવિવારે ગોંડલ-અમરેલી તથા ખાંભા પંથકમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે સોમવારે બપોરના સમયમાં ભાવનગરમાં ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં વાવાઝોડાની અસરના પગલે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યું છે. શહેરમાં ભારે પવનના કારણે જુદા-જુદા વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થયાં છે. આમ વાવાઝોડાં અસરના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે વાવાઝોડાંની અસરના પગલે જુદા-જુદા વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા છે. શહેરના ગાયત્રીનગર, ઘોઘા સર્કલમાં વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ સાથે વૃક્ષો ધરાશાયી થતાં 2 સ્કૂટર, 1 ફોરવ્હીલ અને 1 રીક્ષા વૃક્ષો નીચે દબાઇ ગઇ છે.
અહી ક્લિક કરીને જુઓ લાઈવ વાવાઝોડાના દર્શ્યો. https://www.windy.com/?9.963,79.939,3
ભાવનગરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એકાએક સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગાજવીજ તથા ભારે પવન સાથે વરસાદ થવાને કારણે બાર્ટન લાયબ્રેરી નજીક આવેલા એક ટ્રાન્સફોર્મરમાં ધડાકો થયો હતો. જેના કારણે આસપાસ રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ભાવનગરમાં પહેલા જ વરસાદે વીજ વિભાગની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ છતી કરી નાંખી હતી. થોડાં સમય માટે શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભારે વરસાદ થવાને કારણે અનેક મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે અનેક વિસ્તારમાં ઝાડ પડી જવાના બનાવ પણ બન્યા હતા. ભાવનગર શહેરમાં સવારથી જ ચોમાસા જેવો માહોલ મળ્યો હતો. પણ થોડા તાપને કારણે દિવસ સામાન્ય લાગતો હતો. વરસાદને કારણે ગરમીમાંથી લોકોને થોડી રાહત થઈ હતી.
ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં એક મારૂતિ વાન અને રીક્ષા પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક વૃક્ષ પડ્યું હતું. આસપાસમાંથી અનેક લોકો બચાવ માટે દોડી આવતા રીક્ષામાં બેઠેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભાવનગર યુનિવર્સિટીની મુખ્ય ઈમારતની અગાશી પર લાગેલી સોલાર પેનલ રમકડાંની જેમ ઉડીને જમીન પર પટકાઈ હતી. ફાયર વિભાગની ટીમે યુદ્ધના ધોરણે વૃક્ષને રસ્તા પરથી દૂર ખસેડવાનું કામ શરૂ કરી દીધું હતું.
IMD declares the onset of Southwest Monsoon 2020 over Kerala. Southwest Monsoon has set in over Kerala today, the 1st June, coinciding with its normal date: India Meteorological Department (IMD) pic.twitter.com/LltqXigCR5
— ANI (@ANI) June 1, 2020
આવી સ્થિતિને ધ્યાને લઈને સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી માછીમારી ન કરવા જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે તમામ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. ભાવનગર, જાફરાબાદ, પોરબંદર, દ્વારકા, મોરબી નજીકના બંદર પર આ સિગ્નલ હજું પણ યથાવત છે. ભાવનગર શહેરમાં અનેક સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે માહોલ એવો થઈ ગયો હતો કે, જાણે એકાએક ચોમાસું સક્રિય થયું હોય. થોડાં સમય માટે રસ્તા પરની વિઝિબિલિટી પણ ઝીરો થઈ ગઈ હતી. હજુ આગામી એક દિવસ સુધી ભાવનગરમાં વરસાદ પડવાના એંધાણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news