ભારતના આ રાજ્યોમાં દુનિયાથી અલગ જ પ્રકારનો કોરોના વાયરસ સામે આવ્યો- વૈજ્ઞાનિકોએ કર્યું સાબિત

હૈદરાબાદમાં સીસીએમબીના વૈજ્ઞાનિકોએ દેશમાં કોરોના વાયરસમાં એક વિશિષ્ટ લક્ષણની ઓળખ કરી છે. હૈદ્રાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીના વૈજ્ઞાનિકોએ દેશમાં કોરોના સંક્રમિત લોકોમાં એક નવા પ્રકારનો કોરોના વાયરસ (SARS-CoV2) હોવાની ભાળ મળી છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે, હાલ આ દક્ષિણ રાજ્ય જેમકે તામિલનાડુ અને તેલંગાણા જેવા દક્ષિણી રાજ્યોમાં વધુ જોવા મળ્યો છે.

ભારતમાં 41 ટકા જિનોમ અનુક્રમમાં મળેલા વાયરસની વસ્તીના આ વિશેષ ગ્રૂપને તેઓએ ‘ક્લેડ એ3આઈ (CLADE-A3i) નામ અપાયું છે. CCMB એ ટ્વિટ કરીને કહ્યું કે, ભારતમાં સાર્સ-સીઓવી2ના પ્રસારના જિનોમ અનુક્રમનો એક નવું પૂર્વમુદ્રણ મળ્યું છે. પરિણામે વિષાણુઓની વસ્તીના એક ખાસ ગ્રૂપને દર્શાવે છે, જે અત્યાર સુધી ઓળખાયું ન હતું. ભારતમાં તે મોટી માત્રામાં હાજર છે, જેને ક્લેડ એ3આઈ (Clade A3i) કહેવાય છે.

તેમાં કહેવાયું છે કે, આ ગ્રૂપની ઉત્તપત્તિ ફેબ્રુઆરી 2020માં ટ્રાન્સમિશન દરમિયાન થઈ હશે અને તે ભારતમાં ફેલાયું હશે. સાર્સ સીઓવી 2 ના ભારતમાં તમામ જિનોમ નમૂનાઓના 41 ટકા નમૂનાઓની પુષ્ટિ થઈ ચૂકી છે અને દુનિયાભરની વાત કરીએ તો 3.2 ટકા સેમ્પલમાં તે મળ્યું છે. સીસીએમબી વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક પરિષદ અંતર્ગત આવતી એક લેબોરેટરી છે.

તેલંગાણા અને તામિલનાડુના મોટાભાગના સેમ્પલ CLADE-A3i જેવા

સીસીએમબી એ આગળ કહ્યું કે, આ ગ્રૂપ ફેબ્રુઆરી 2020મા વાયરસથી પેદા થયો અને દેશભરમાં ફેલાયો. તેમાં ભારત માટે SARS-CoV2 જીનોમના તમામ સેમ્પલોના 41 ટકા અને વર્લ્ડ જીનોમના સાડા ત્રણ ટકા છે. સીસીએમબી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ અંતર્ગત આવે છે. સીસીએમબીના ડાયરેક્ટર અને રિસર્ચ પેપરના સહ-લેખક રાકેશ મિશ્રાએ કહ્યું કે, તેલંગાણા અને તામિલનાડુ માટે લેવામાં આવેલા મોટાભાગના સેમ્પલ ક્લેડ એ3આઇ જેવા જ છે. તેમણે કહ્યું કે, મોટા ભાગના સેમ્પલમાં ભારતમાં કોરોના ફેલાયો તેના શરૂઆતના દિવસોના છે.

દિલ્હીમાંથી લેવામાં આવેલા સેમ્પલોમાં આની થોડી સમાનતા છે પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાતના સેમ્પલોમાં કોઈ સમાનતા સામે આવી નથી. આગામી દિવસોમાં વધારે સેમ્પલોના જીનોમ સીક્વન્સ તૈયાર કરાશે જેનાથી આ વિષયે વધારે જાણકારી મેળવવામાં મદદ મળશે.

ફિલિપાઇન્સ અને સિંગાપુર સાથે આ પ્રકારના મળતા આવે છે

મિશ્રાએ કહ્યું કે, દિલ્હીમાં લેવામાં આવેલા સેમ્પલોમાં આની થોડી સમાનતા છે, પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાતના સેમ્પલો સાથે કોઇ સમાનતા સામે આવી નથી. કોરોના વાયરસનો આ પ્રકાર સિંગપુર અને ફિલિપાઇન્સમાં જોવા મળેલા મામલા જેવો છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં વધુ સેમ્પલોના જીનોમ સિક્વેન્સ તૈયાર કરશે અને તેનાથી આ વિષય પર વધુ માહિતી મેળવવામાં મદદ મળશે. સાથો સાથ એમ પણ કહેવાયું છે કે ભારતમાં SARS-CoV2ના અલગ અને ખૂક વધુ માત્રામાં ઉપલબ્ધ ગ્રૂપની વિશેષતા બતાવનાર આ પહેલો વ્યાપક અભ્યાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *