ભાજપનું રાજ્યસભાનું ગણિત છેલ્લી ઘડીએ બગડશે? NCPનું પોતાના MLAને કોંગ્રેસને વોટ આપવા વ્હીપ જાહેર

રાજ્યસભાની ચૂંટણી માટે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)એ પોતાની પાર્ટીના ધારાસભ્ય દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વોટ આપવા માટે વ્હીપ જાહેર કર્યો છે. ગુજરાતના એનસીપીના પ્રભારી પ્રફુલ પટેલના આદેશથી ગુજરાતના એનસીપીના પ્રમુખ જયંત પટેલ દ્વારા આ વ્હીપ જાહેર કરાયો છે. કુતિયાણા-રાણાવાવના એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા આ મામલે શું કરશે તેના પર સવાલ છે. અગાઉ પણ પાર્ટીના વ્હીપ છતા બે વાર તેઓએ ભાજપને વોટ આપીને પોતાનું સમર્થન આપ્યું હતું. અને નિવેદન પણ આપી ચુક્યા છે.

આ પહેલા એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એ બે મહિના પહેલા નિવેદન આપ્યું હતુ કે, હું દર વખતે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપુ છું. તે પ્રમાણે આ વખતે પણ ભાજપ તરફી મતદાન કરીશ. જોકે, જયંત પટેલે જણાવ્યું કે, મેં કાંધલ સાથે વાત કરીને કોંગ્રેસને મત આપવાની સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે શંકર સિંહ વાઘેલાની હકાલપટ્ટી કરીને NCP ના પ્રમુખ તરીકે ફરીથી જયંત બોસ્કીને પ્રમુખ બનાવાયા છે.

હવે જો આ વ્હીપ પ્રમાણે કાંધલ જાડેજા કોંગ્રેસને વોટ ન કરે તો તેમની વિરુદ્ધ NCP બંધારણની 10મી અનુસૂચિની જોગવાઈઓ અને પક્ષપલટા ધારાની જોગવાઈ મુજબ છ વર્ષ સુધી કોઈ પણ પક્ષમાંથી કે અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવી શકે છે. કન્ડક્ટ ઓફ ઈલેકશન રૂલ્સમાં પણ આ પ્રકારની જોગવાઈઓ છે.

જો NCP નો વોટ કોંગ્રેસને મળે તો પણ કોંગ્રેસના ઉમેદવારને કોઈ ફાયદો થશે નહિ કેમ કે પહેલેથી જ તેમનું સંખ્યા બળ ભાજપ કરતા ઘણું ઓછું થઇ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *