આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી તાલુકાના પીપળીયા ગામના રહેવાસી મગનભાઈ જાદવની સૌથી નાની દીકરી કિર્તી જાદવે આ વર્ષે ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી. કિર્તીને ભવિષ્યમાં અધિકારી બનવાની ઇચ્છા હતી. જોકે, આ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાના પરિણામમાં એક વિષયમાં નાપાસ થઇ હોવાથી હતાશ થઈને તેણે ગળે ફાંસો ખાઈને પોતાના ઘરની અંદર જ આપઘાત કર્યો છે. માતાપિતા મજૂરી કામે ગયા બાદ ધોરણ ૧૦ની વિધાર્થિનીએ જીવન ટૂંકાવી લીધું. ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, કીર્તિ ગણિત વિષયમાં નાપાસ થયા હોવાથી તેને લાગી આવ્યું હતું અને હતાશ થયેલા કીર્તિએ આજે પોતાના ઘરની અંદર જ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પીપળીયા ગામના સરપંચ અલ્પેશ કોઠીયાના જણાવ્યા અનુસાર, મગનભાઈના ચાર સંતાનોમાં કીર્તિ સૌથી નાની હતી. કીર્તિ હંમેશા ભણવામાં સારા નંબર મેળવતી હતી ત્યારે અચાનક જ એક વિષયમાં નાપાસ થતાં તેણીએ આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ બાબતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા વધુ કાર્યવાહી મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ 10ના મોટાભાગના વિદ્યાર્થીઓ માટે ગણિતનું પેપર અઘરુ બની રહ્યું હતું. રાજ્યભરમાં ગણિત વિષયમાં કુલ 3 લાખ 10 હજાર 833 વિદ્યાથીઓ નાપાસ થયા છે. 39 ટકા વિદ્યાથીઓ ગણિતમાં નાપાસ થયા છે. આ વર્ષે ગણિત વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગણિત વિષયમાં ત્રણ પોઇન્ટ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતા ગણિત વિષયનું પરિણામ 60.76 ટકા જેટલું રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news