આજ રોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું 60.64 ટકા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ નંબરે આવ્યો છે. સુરત શહેર બોર્ડનું પરિણામ 74.66 ટકા છે. સુરતનું પરિણામ સૌથી વધુ આવતા ધોરણ 10નાં વિદ્યાર્થીઓમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે. અને સારા પરિણામ આવાવથી ઘણા વાલીઓ પણ ખુશ છે.
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં કુલ 60.64 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત જિલ્લાનું રાજ્યમાં સૌથી વધુ કુલ 74.66 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરતના વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડતાં કુલ 350ને A-1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે.
ધોરણ 10ની પરીક્ષામાં સુરત જિલ્લાને ગત વર્ષે માર્ચ 2019માં 79.63 ટકા પરિણામ પ્રાપ્ત થયું હતું. જેમાં આ વર્ષે પાંચ ટકા જેટલા ઘટાડા સાથે માર્ચ 2020માં લેવાયેલી પરીક્ષામાં કુલ 74.66 ટકા પરિણામ પ્રાપ્ત થયું છે. જે રાજ્યમાં સૌથી વધુ છે. રાજ્યમાં સુરતના સ્ટુડન્ટસને સૌથી વધુ A-2 ગ્રેડ પ્રાપ્ત થયા છે. જેમાંથી માત્ર સુરતના જ 4585 સ્ટુડન્ટસને A-2 ગ્રેડ મળ્યાં છે. જે રાજ્યમાં A-1ની જેમ જ સુરત જિલ્લાના સૌથી વધુ A-2 ગ્રેડ ધારી સ્ટુડન્ટસ છે. સ્ટુડન્ટસની ઝળહળતી સફળતાના પગલે શાળા અને પરિવાર દ્વારા ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તો સ્ટુડન્સ સારા પરિણામ મેળવતાં ખુશીનો માહોલ છે.
ધોરણ 10ના પરિણામમાં સુરતની ટોટલ 38 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે સુરતના 350 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. અને તેમના માતા-પિતાનું નામ રોશન કર્યું છે. જેમાં તપોવન વિદ્યાલયના 6 વિદ્યાર્થીઓ, જેબી એન્ડ કાર્પ વિદ્યા સંકુલના 5 વિદ્યાર્થીઓ, કૌશલ વિદ્યાભવનના 7 વિદ્યાર્થીઓ સહિત 350 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news