હાલમાં સમગ્ર ગુજરાત સહિત આખો દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દૈનિક ધોરણે વધી રહી છે. દેશમાં હાલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 3 લાખને પાર 3,20,922 એ પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 9,195 સુધી પહોંચ્યો છે. ગુજરાતની વાત કરીએ તો કોરોના સંક્રમિત કેસ 23,079 પહોંચ્યા છે. જ્યારે મૃત્યુઆંક 1,449 છે. જો કે, દેશમાં રિકવરી રેટમાં સુધારો જોવા મળ્યો છે અને રેટ 50 ટકાને પાર 50.59 એ પહોંચ્યો છે.
કોરોના મહામારીના સંકટમાં યોગ દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જાહેર જનતાને ખાસ આપીલ કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે “યોગ કરીશું, કોરોનાને હરાવીશું’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. સરકારના ‘યોગ કરીશું કોરોના ભગાડીશું’ અભિયાન હેઠળ સીએમ રૂપાણીએ સહપરિવાર યોગમાં જોડાવા લોકોને અપીલ કરી છે.
સીએમ રૂપાણીએ કહ્યું કે, કોરોના સામેની લડાઈમાં યોગ શક્તિશાળી શસ્ત્ર છે. યોગ શરીરને નિરોગી રાખી સકારાત્મક દિશા આપે છે. તેમણે કહ્યું કે, યોગથી માનસિક શાંતિ મળી છે. સંસ્કૃતિમાં યોગ કેન્દ્ર સ્થાને છે. તમને જણાવી દઈએ કે, 21 જૂન, રવિવારે યોગ દિવસ છે. તેથી કોરોના સામે લડવા માટે સીએમ રૂપાણીએ રાજ્યની જનતાને યોગ કરવા અને ‘યોગ કરીશું કોરોના ભગાડીશું’ અભિયાનમાં સામેલ થવા અપીલ કરી છે.
ઉપરાંત, સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે યોગ વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. તેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપણે ઉત્સાહપૂર્વક ઉજવણી કરીશું. યોગની મદદથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી કોરોના સામે રક્ષણ કરી શકીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news