પાકિસ્તાન(Pakistan)ની રાજધાની ઈસ્લામાબાદ(Islamabaad)માં બે ભારતીય અધિકારીઓ ગુમ થયાની ખબર આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચ આયોગના બે અધિકારીઓ છેલ્લા બે કલાકથી ગાયબ થયા છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. તેની સાથે જ આ મામલો પાકિસ્તાનના જવાબદાર અધિકારીઓ સામે પણ ઉઠાવવામાં આવ્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સીઆઈએસએફના બે ડ્રાઇવરો ડ્યુટી પર બહાર ગયા હતા. પરંતુ તે જ્યાં જવાના હતા ત્યાં પહોંચ્યા નથી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ક્યાંક તેનું અપહરણ તો નથી કરવામાં આવ્યું ને. ડ્રાઇવરોની શોધખોળ કરવામાં આવી રહી છે. સાથે જ પાકિસ્તાન સરકારને અધિકારીઓ ગાયબ થવા વિશે જાણકારી આપવામાં આવી છે.
રાજનાયકોને ડરાવવાની કોશિશ કરવામાં આવી હતી
આ ઘટનાથી પહેલા ખબર આવી હતી કે ઇસ્લામાબાદમાં ભારતના એક રાજનાયકને ડરાવવાની કોશિશ કરવામાં આવી હતી. Isi એજન્ટ ભારતીય રાજનાયકનો પીછો કર્યો. તેમની જાસૂસી કરી હતી. આ મામલે ભારત સરકારે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઇસ્લામાબાદમાં ફરજ પર રહેલા મુખ્ય ભારતીય રાજનાયક ગૌરવ અહલુવાલિયાને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા હેરાન કરવાનો મામલો સામે આવ્યો હતો. ગૌરવ આહલુવાલિયાને ડરાવવાની કોશિશ પણ કરવામાં આવી હતી. તેમજ બાઇક દ્વારા તેમનો પીછો પણ કરવામાં આવ્યો હતો.
જાસૂસીના આરોપમાં પાછા મોકલવામાં આવ્યા હતા બે પાકિસ્તાની અધિકારીઓ
આના પહેલા ભારતની સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં પાકિસ્તાનની ઉચ્ચઆયોગના બે વિઝા સહાયકોને હિરાસતમાં લીધા હતા. તેમના પર ભારતીય સુરક્ષા તૈયારીઓ સહિત આંતરિક સુરક્ષા સાથે જોડાયેલી સૂચનાઓની જાસૂસી કરવાનો આરોપ હતો. ભારત સરકારે પાકિસ્તાનના આ બન્ને અધિકારીઓને પાછા પાકિસ્તાન મોકલી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news