થોડા સમયમાં જ ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ આજે ધોરણ 12 કોર્મસનું પરિણામ જાહેર થયું છે. ત્યારે વિદ્યાર્થીઓમાં કંઈ ખુશી કંઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માર્ચ- 2020ની પરીક્ષા માટે 5.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી લગભગ 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કોરોના મહામારીને કારણે પરિણામ થોડું મોડું જાહેર કરવામાં આવ્યું છે.
માનસી ઘોરી 95.14 ટકા સાથે સ્કૂલમાં ટોપ
સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતી માનસી ધોરીએ 99.99 પર્સન્ટાઈલ મેળવી શાળામાં ટોપ આવી છે. નાનકડા ઘરમાં રહેતા અમ્બ્રોડરી ડિઝાઈનરની દીકરીએ સારું પરિણામ મેળવતા પરિવાર સહિત સ્કૂલમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. મહત્વનું છે કે, આર્થિક સંકડામણ વચ્ચે દીકરીને ભણાવવા માટે પિતાએ ઘરમાં ટીવી પણ લીધું નથી. માનસી ઘોરી ધોરણ 12 કોમર્સમાં આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરે છે. માર્ચ 2020માં લેવાયેલી પરિક્ષામાં માનસીએ 95.14 ટકા અને 99.99 પર્સન્ટાઈલ સાથે સ્કૂલમાં ટોપમાં રહી છે.
પિતાએ વ્યક્ત કરી ખુશી
માનસીના પિતા કિશોરભાઈ ઘોરીએ જણાવ્યું કે, દીકરી ટોપર બની એનો મને ખૂબ જ આનંદ છે. તેમને બે દીકરી અને એક દીકરો છે જેમાં માનસી મોટી દીકરી છે. નાની બહેન 11 માં અભ્યાસ કરે છે અને નાનો ભાઈ ધોરણ 4 માં અભ્યાસ કરે છે.
પિતા આર્થિક રીતે મદદ કરવાની ઈચ્છા
માનસી ઘોરીએ કહ્યું હતું કે, આગળ જતાં BBA બાદ MBA કરી સરકારી બેંકમાં નોકરી લઈ પિતા આર્થિક રીતે મદદ કરવા માગું છું અને નાની બહેન અને ભાઈને ઉચ્ચ અભ્યાસ કરાવવામાં માગું છું. પિતાએ અભ્યાસ માટે કમ્પ્યુટર અપાવ્યું છે જેમાં ક્યારેક મુવી ડાઉનલોડ કરી પરિવાર સાથે જોઈ લઈએ છીએ. વાણીજ્ય વ્યવહારમાં અને ST માં 100માંથી 100 અને એકાઉન્ટમાં 97 અને સ્ટેટિસ્ટિકમાં 99 માર્ક્સ આવ્યા છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં 80.66 ટકા સાથે સુરત જિલ્લો નવમાં સ્થાન પર રહ્યો છે. પરંતુ બીજી તરફ A-1 ગ્રેડના વિદ્યાર્થીઓમાં સુરતના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. A-1 ગ્રેડના વિદ્યાર્થીઓની વાત કરીયે તો, રાજ્યમાં સૌથી વધુ A-1 ગ્રેડના વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના રહ્યા છે. રાજ્યના કુલ 522 A-1ગ્રેડના વિદ્યાર્થીઓ પૈકી 189 વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના રહ્યા છે. જ્યારે સુરત જિલ્લામાં A-2 ગ્રેડમાં રાજ્યમાં સૌથી વધુ 2614, B-1 ગ્રેડમાં 5941, B-2 ગ્રેડમાં 8994, C-1 ગ્રેડમાં 10043, C-2 ગ્રેડમાં 6006, D ગ્રેડમાં 462, E1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ સાથે રાજ્યમાં નવમાં ક્રમે રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news