સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કર્યા બાદ ફિલ્મ જગત અને તેના પ્રશંસકો દ્વિધામાં છે. દરેક વ્યક્તિના મગજમાં બસ એક જ સવાલ ચાલી રહ્યો છે કે આખરે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી. કેટલાક લોકોનું એવું માનવું છે કે તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પુરો સપોર્ટ નહોતો મળી રહ્યો. એના કારણે તેમણે આ પગલું ભર્યું. કાયમ ચર્ચામાં રહેનાર અભિનેત્રી કંગના રણોતએ પણ આના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે બોલિવુડની ખૂબ આલોચના કરી.
અભિનેત્રી કંગનાની ટીમ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કંગના એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુથી શોકમાં છે અને ખૂબ ગુસ્સામાં દેખાઈ રહી છે. કંગના કહે છે કે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ એ તમામને હલાવીને રાખી દીધા છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકો એવી પણ વાતો કરી રહ્યા છે કે જેમનું મગજ નબળું હોય છે તે લોકો આત્મહત્યા કરે છે. જે વ્યક્તિ એન્જિનિયરિંગમાં રેન્ક હોલ્ડર હોય તેનું મગજ કેવી રીતે નબળું હોઇ શકે. તેમની કેટલીક પાછળની ફિલ્મો વિષે તેઓએ લખ્યું છે કે તેમનો કોઇ ગોડફાધર(જેમના દ્વારા તે ફિલ્મોમાં આગળ આવનાર) નથી. તેમને ઇન્ડસ્ટ્રીમાંથી કાઢી મુકવામાં આવશે.
જ્યારે એક્ટર ખુદ પોતાના ઈન્ટરવ્યુમાં આ કહે છે કે ઇન્ડસ્ટ્રી તેમને કેમ નથી અપનાવી રહી. તેમને ફિલ્મમાં ડેબ્યૂ માટે કોઈ એવોર્ડ નથી મળ્યો. ગલીબોય જેવી વાહિયાત ફિલ્મને તમામ એવોર્ડ આપવામાં આવ્યા. છીછોરે બેસ્ટ ફિલ્મ હતી. તેમની નોંધ કોઈ નથી લેતું. અમને તમારી ફિલ્મો નથી જોઈતી પરંતુ જે કામ અમે જાતે કરીએ છીએ તેની નોંધ કેમ લેવામાં નથી આવતી. મારી સુપરહિટ ફિલ્મ ફ્લોપ કહેવામાં આવે છે. મારા પર છ કેસ કરવામાં આવ્યા છે.
સુશાંત સાથે પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું
જે મીડિયામાં આવા લોકોના ચમચા છે તેઓ શાંત વિષે લખે છે કે તેઓ વ્યસ્ત હતા. સંજય દત્તના વ્યાસન તો તમને લોકોને ખૂબ ક્યુટ લાગે છે. મને ફોન કરીને લોકો કહે છે કે તમારો બહુ ખરાબ સમય ચાલી રહ્યો છે. તું કોઈ ખોટું પગલું ના ભરી લેતી. કેમ મને આવું કહેવામાં આવે છે. કેમ તેઓ મારા મગજમાં એવું નાખવા માંગે છે કે તમે આત્મહત્યા કરી લો. આ આત્મહત્યા હતી કે પ્લાન્ડ મર્ડર. સુશાંતની ભૂલે હતી કે તેને લોકોએ કહ્યું કે તું કામ વગરનો છે અને તેણે માની લીધું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news