આજે સવારથી ગુજરાતના આ વિસ્તારોમાં ફાટ્યું આભ- 7 ઇંચ સાથે થયો જળબંબાકાર

ગુજરાતમાં વરસાદની શરૂઆત થઇ ચુકી છે. મેઘરાજાએ ઘણા વિસ્તારોમાં મેઘવર્ષા ચાલુ પણ કરી દીધી છે. વાત કરીએ ગુજરાતના કચ્છની તો, આજથી કચ્છમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું છે. આજે કચ્છના માંડવીમાં સવારથી અતિ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં આજે વહેલી સવારથી અત્યાર સુધી 7 ઈંચ વરસાદ થયો છે. સુત્રો અનુસાર કચ્છમાં ઠેરઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી રહી છે. કચ્છમાં રૂક્માવતી નદીના કોઝવે પર પાણી ફરી વળ્યું છે. ટોપણસર તળાવ ઓવરફ્લો થયું છે.

કચ્છમાં છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદથી માંડવીના ગ્રામ્ય વિસ્તારના અનેક ગામોના તળાવ અને સ્થાનિક નદીમાં પાણી ફરી વળ્યા છે. માંડવી શહેરના નિચાણવાળા વિસ્તારોમા પણ પાણી ભરાયા હોવાની ફરિયાદો લોકોએ ઉઠાવી છે. કચ્છના અબડાસાના કોઠારા, સુથરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. માંડવીમા નિચાણવાળા વિસ્તારમા પાણી ભરાતા તંત્ર દ્રારા પાણી નિકાલની કામગીરી શરૂ કરાઇ છે. 7 ઇંચ વરસાદ પડવાથી ઘણી જગ્યાએ એવા પાણી ભરાઈ ગયા છે કે જ્યાં લોકોને ખુબ તકલીફો પડી રહી છે.

છેલ્લા બે દિવસથી કચ્છ જિલ્લામાં મેઘરાજા મનમુકીને વર્ષી રહ્યા છે. ગઇ કાલની વાત કરીએ તો કચ્છના માંડવીમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજે સવારે પણ બે કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સવારે 6 થી 8 ના સમયગાળા વચ્ચે માંડવીમાં 4.1 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો હતો. આમ છેલ્લા 26 કલાકમાં માંડવીમાં 10 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે દરિયાકાંઠે વસેલા માંડવી શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે.

કચ્છના મુન્દ્રામાં આજે ધોધમાર વરસાદ પડતા કારાઘોઘા, બાબીયા, દેશલપર, મોટા કપાયા, રામણિયા, ભુજપુર, વાંકી, પત્રી, સાડાઉ, ગુદાલા, રતાળિયા, બેરાજા, બાબિયા, ઝરપરામાં નોંધપાત્ર વરસાદ ખાબકી ચૂક્યો છે. મુન્દ્રા તાલુકાના ગામડાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે. ગુજરાત રાજ્યના 24 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમાં કચ્છના માંડવીમાં 4 ઈંચ વરસાદ, જૂનાગઢના કેશોદમાં 3 ઈંચ વરસાદ, અબડાસા, માળીયા, ચોર્યાસીમાં 1–1 ઈંચ વરસાદ જ્યારે 7 તાલુકામાં અડધાથી એક ઈંચ વરસાદ ખાબક્યો છે.

કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ પડતા ભારે સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી કોઝવે પણ ધોવાઇ ગયો છે. પશુ-દવાખાના પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે. સાથે-સાથે વીજળીના થાંભલાથી કરંટ લાગતા એક પશુનું મોત થયું હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. ટોપણસર સરોવર ઓવરફ્લો થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *