ગુજરાત: સાબરમતી જેલમાં થયો કોરોના વિસ્ફોટ- 16 કર્મચારીઓ સહીત 54 કેદીઓને આવ્યો પોઝીટીવ

હાલ સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે. હાલ ભારત દેશની પરિસ્થતિ પણ ખુબ ગંભીર બની છે. હાલ ગુજરાતની વાત કરીએ તો દિવસેને દિવસે ગુજરાતમાં કોરોના વાયરસ વાયુવેગે વધી રહ્યો છે. આજે એક વાત તો સાબિત થઇ ગઈ કે કોરોના કોઈનો સગો નથી થતો. કોરોનાનો ખતરો સામાન્ય વ્યક્તિઓમાંથી હવે નેતાઓમાં ફેલાયો છે અને હવે ધીમેધીમે અમદાવાદ સાબરમતી જેલમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો છે. અમદાવાદ સ્થિત સાબરમતી જેલમાં 16 કર્મચારીઓ અને 54 કેદીઓ કોરોનાનો શિકાર બન્યા છે. એટલું જ નહીં, સાબરમતી જેલ DySp ડી.વી.રાણા પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. આ તમામ કેદીઓમાં ગુજરાતના સિરિયલ બ્લાસ્ટના 1 આરોપીને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં હવે ધીમેધીમે કોરોના વાયરસની સ્થિતિ બેકાબૂ બની રહ્યો છે. અમદાવાદમાં સાબરમતી જેલના અધિકારીઓ અને કેદીઓ કોરોનાનો શિકાર બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે સાબરમતી જેલ પ્રશાસનમાં 16 કર્મચારી અને 54 કેદીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. જેમાં સિરિયલ બ્લાસ્ટના 1 આરોપી સહિત 54 કેદીઓ કોરોના સંક્રમિત બન્યા છે. એટલું જ નહીં, જેલ DySP ડી.વી.રાણા પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.

ગુજરામાં મચેલા કોરોના કહેરના આજે 99મો દિવસ છે. 99માં દિવસે ગુજરાતમાં 26 જિલ્લાઓમાંથી વધુ 577 કેસ મળતા કૂલ કેસો ત્રીસ હજારને પાર પહોંચી રહ્યા છે. વધુ 18 દર્દીએ દમ તોડતા અત્યાર સુધીમાં કૂલ મૃત્યુઆંક વધીને 1754 થયો છે. વિતેલા 24 કલાકમાં જામનગરમાં 14, ભરૂચમાં 9 કેસ વધતા આ બંને જિલ્લાઓમાં પણ ચેપગ્રસ્તોની સંખ્યા 200 નજીક થઈ રહી છે તો બીજી તરફ ગાંધીનગરમાં વધુ 15 પોઝિટિવ રિપોર્ટ મળતા ગુરુવારે સાંજે અમદાવાદને અડીને આવેલા આ જિલ્લામાં કૂલ કેસોની સંખ્યા 600ને પાર થઈ છે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કૂલ 1754માંથી અમદાવાદમાં જ 1390 નાગરિકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે વધુ ત્રણ દર્દીઓએ દમ તોડતા સુરતમાં કૂલ મૃત્યુઆંક વધીને 142એ પહોંચ્યો છે. લોકડાઉન પછી 25માં દિવસે ગુજરાતમા એક્ટિવ કેસની સંખ્યા વધીને 6318એ પહોંચી હતી. છેલ્લી સ્થિતિ મુજબ તેમાંથી 66 દર્દીઓની સ્થિતિ નાજૂક જણાતા તેમને વેન્ટિલેટરને સહારે રાખવામાં આવ્યા છે. 24 કલાકમાં વધુ 410ને ડિસ્ચાર્જ અપાતા કુલ 21,506ને રજા અપાઈ છે. ગુજરાત રાજ્યમાં કૂલ 29,578 માંથી અમદાવાદમાં 19,839 કેસ મળ્યા છે. દરેક દિવસથી સુરતમાં ચેપગ્રસ્તોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ અમદાવાદમાં પોઝિટિવ રિપોર્ટનું પ્રમાણ ઘટી રહ્યુ છે. ગુરુવારના રોજ પણ કૂલ 577 પોઝિટીવ કેસોમાંથી અમદાવાદ, સુરત અને વડોદરા એમ ત્રણ જિલ્લામાંથી જ 436 જેટલા કેસ મળ્યા હતા. આ આંકડો ગણતરીના દિવસોમાં વાયુવેગે વધી રહ્યો છે, અને એ સમય દુર નથી કે લોકોને હોસ્પિટલોમાં બેડ મળતા બંધ થઇ જાય, જો આપડે જાતે જ ધ્યાન નહિ રાખીએ તો આવી સ્થિતિ જલ્દી જ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *