ગુજરાતમાં કળયુગ ચરમસીમા પર: હવે તો વૃદ્ધ મહિલા પણ સુરક્ષિત નથી- થઇ ખુલ્લેઆમ છેડતી

સાબરકાંઠામાં આવેલા ઈડરના પાવાપૂરી તીર્થના કલ્યાણસાગર તથા રાજતિલકસાગર એટલે કે રાજા મહારાજનાં સંદર્ભમાં જેની સાથે છેડતી કર્યાની ફરીયાદ થઈ છે તેવી સુરતની પરીણિતાએ જ પાછો લઈ લેતા પોલીસ લાચાર બની ગઈ હતી. પરંતુ ૭૫ વર્ષના એક વૃધ્ધાએ ઈડર પોલીસને ફરીયાદ નોધાવી છે કે આ લંપટોએ તેમની સાથે પણ ૧૦ વર્ષ પહેલા બેડ પર છેડતીનો પ્રય્તન કર્યો હતો. આ ઘટનાને પગલે ઈડર પોલીસે તુરંત જ તપાસ કરીને બન્નેની ધરપકડ કરી લીધી છે.

ઈડર પોલીસે વૃધ્ધાની ફરીયાદની નોંધણી કરીને IPCની કલમ ૩૫૪ લગાવી છે. જૈન મહારાજને પકડીને પોલીસ તેમને  હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાં હતા. જ્યાં તેમની શારીરીક તપાસ કરવામાં આવી હતી. તેમજ બન્નેનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવશે ત્યારપછી જ  પોલીસ આગળની તપાસ કરશે. આ દરમિયાન જૈન સમાજના અગ્રણીઓ પણ પેન્ટ-શર્ટ જેવા કપડા લઈને પોલીસ સ્ટેશન આવી ગયા હતા.

તેઓએ પોલીસ અધિકારીઓને ભલામણ કરી હતી કે આ બન્ને સાધુઓને હવે સંસારમાં જે લોકો કપડા પહેરે છે એવા જ કપડા પહેરાવી દો. પરંતુ પોલીસે તેમની વિનંતીને સ્વીકારી નહોતી.બન્ને મહારાજના વકીલની દલીલ એવી છે કે જો વૃધ્ધાની ૧૦ વર્ષ પહેલા છેડતી થઈ હતી તો પછી તે આજ સુધી કેમ ચુપ રહ્યાં? ફરીયાદી વૃધ્ધા એ ડો.આશિત દોશીના સંબંધી હોવાનો આક્ષેપ પણ તેમણે મુક્યો છે.

જો કે આ ગુનો જામીનલાયક હોવાથી બન્ને મહારાજને મોડી રાત્રે જામીન પર છૂટા કર્યા હતા.પોલીસે સુરતની યુવતિનું નિવેદન લીધા બાદ આ બન્ને મહારાજને પણ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યાં હતાં.પરંતુ આ બન્ને જે સ્થળે નજરકેદમાં હતા ત્યાં તે ઉપાશ્રયના અગાસી ઉપર રાજતિલક મહારાજ પહોંચી ગયા હતા. આથી પોલીસ અધિકારીઓને ચિંતામાં આવી ગયા કે ધાબા પરથી જો તે કુદી પડશે તો નવી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ત્યારપછી પોલીસે સાવધાની રાખીને તેને ધાબા પરથી નીચે ઉતાર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *