બસ ડ્રાઈવરની નજર બગાડતા મહિલાએ ૧૮૧ની મદદ માગી હતી.અભયમની ટીમે રાતે બસને ચલાલા પોલીસ સ્ટેશને રોકાવી. સુરત-ઊના જતી પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસમાં અડધી રાત્રે મહિલાને છેલ્લા સોફામાં સુવડાવ્યા પછી બસના ડ્રાઈવરની નજર બગાડતા મહિલાએ ૧૮૧ પર કોલ કરીને મદદ માંગી હતી, જેથી રાતે બસને અટકાવીને ચલાલા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી.
સુરતથી કાલે રાતના સમયે એક ખાનગી ટ્રાવેલ્સની બસ પેસેન્જરને ભરીને ઊના તરફ જઈ રહી હતી,અને અમરેલી જિલ્લામાંથી તે જઈ રહી હતી.જેમાં સુરતથી 2 મહિલાઓ મોળા કામે જવા માટેે નાના બાળકો સાથેે બેઠાં હતાં અને તેમની સાથે કોઈ પુરુષ ન હોવાથી તેઓ એકલા જ હતાં.
રંધોળા ચોકડી-ઢસા રોડ પર તે મહિલા બસની પાછળની સીટમાં બેઠાં હતાં અને રાત હોવાથી અન્ય પેસેન્જરો પણ સુઈ ગયાં હતાં. ત્યારે બસચાલકે આવીને તેમની છેડતી કરી હતી. ત્યારબાદ બસ ઉપાડી હતી. મહિલાએ બસ ઊભી રાખવાનું કહેવા છતાં બસને ઊભી રાખી નહોતી.
તેથી મહિલાએ ૧૮૧ પર કોલ કરીને મદદ માગી હતી.અમરેલી અભયમ સેવાના કાઉન્સેલર રોબીના બ્લોચ ઘટનાસ્થળે પહોચી ગયાં હતાં અને ચલાલા ખાતે બસને અટકાવીને પોલીસ-સ્ટેશને લઈ જવામાં આવી હતી.જ્યાં બસના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવવા માટેની તપાસ હાથ ધરવામાં આવી હતી.આમ,શરૂ બસે ડ્રાઈવરને મહિલા સાથે છેડતી કરવી મોંઘી પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news