સુરત માં કોરોનાને કારણે આજે ગુજરાત સરકારના ટોચના અધિકારી સહીત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરતના પ્રવાસે છે. સુરતમાં આરોગ્યમંત્રી હોવા છતાં કોઈ નક્કર પરિણામો ન મળતા સુરતવાસીઓમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સુરત આવેલા નાયબ મુખ્યમંત્રીને સુરતના બહેરા બનેલા અધિકારીઓ વિરુદ્ધ કોઈ ધારાસભ્ય ફરિયાદ કરી રહ્યા નહોતા. મન માં બધાને આશંકા હતી કે અમે ફરિયાદ કરીશું તો સાંભળશે કે અમને નુકસાન જશે?
ત્યારે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ નાયબ મુખ્યમંત્રીને રાવ નાંખી કે, “ચાર મહિનાથી સુરત કલેકટર અને એમના નીચેના અધિકારીઓ પણ ફોન ઉપાડતા નથી”. આ ફરિયાદ સાંભળીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સામે સુરતના ૧૨એ ૧૨ ધારાસભ્યોનો અવાજ ખુલ્યો અને એકસાથે બધાએ કહ્યું.
ત્યારે આવી વાત સાંભળીને નીતિન પટેલ અકળાયા અને કલેકટર સહિતના અધિકારીઓને કહી દીધું કે,- “આવુ ન ચાલે, ઓછામાં ઓછા ૧૫ દિવસમાં એક વાર આ ધારાસભ્યો સાથે બેઠક કરવી જોઈએ. હવે ફરિયાદ આવવી ન જોઇએ. સુરતના ધારાસભ્યો અને સાંસદોએ જંયતિ રવિ, સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સામે પણ ભારે રોષ ઠાલવ્યો છે.
સુરતમાં સમીક્ષા બાદ CM વિજય રૂપાણીનું નિવેદનઃ જુનમાં કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યાં, ધનવંતરી રથના પ્રયોગથી અમદાવાદના કેસોમાં ઘટાડો થયો, સુરતમાં કોવિડ-19 માટે કિડની હોસ્પિટલ અને સ્ટેમ સેલ હોસ્પિટલ પાછળ 100 કરોડ રૂપિયા ખર્ચે કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.
કોરોના સામેની લડાઇ છે લાંબી, માસ્ક ન પહેરનાર અને નિયમાનું પાલન નહીં કરનાર સામે કડક પગલાં લેવાશે.
સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં નિયમનું ઉલ્લંઘન થશે તો માર્કેટ બંધ કરાવવામાં આવશે આ અંગે આવતીકાલે અધિકારીઓ બેઠક કરશે અને સોમવાર સુધીમાં નિર્ણય લેવામાં આવશે.
સુરતની મુલાકાત બાદ CM રૂપાણીએ કરેલી મહત્વની જાહેરાત કરી હતી.
રૂ.100નાં ખર્ચે બે કોવિડ હોસ્પિટલનું નિર્માણ.
કોરોનાનાં દર્દીને અદ્યતન સારવાર અપાશે.
સુરતમાં 100 ધન્વતરી રથ 500 સ્થળોએ ફરશે.
સુરતમાં બે દિવસમાં 200 વેન્ટિલેટર પહોંચાડાશે.
કોરોના દર્દીને મોબાઇલ વાપરવાની અપાઇ છૂટ.
બેડ ઓછા હોય તેવી કયાંય ફરિયાદ નહીં આવે.
રોજ સાંજે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિ પર સમીક્ષા.
સંક્રમણ રોકવા નિયમ નહીં પળાય તો ફેકટરી બંધ કરાશે.
ડાયમંડ-ટેક્ષટાઇલ ફેકટરી અંગે આગામી સમયમાં લેવાશે નિર્ણય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news