AAP કરશે અણધારી! આજે મળેલી બેઠકમાં ઘડાયેલી રણનીતિ ગુજરાતની દિશા અને દશા ફેરવશે

આઠ ધારાસભ્યોના રાજીનામાં બાદ ગુજરાતમાં પેટાચૂંટણી અને આવનારી પાલિકા નગર પાલિકાની ચૂંટણીઓ માટે મુરતિયાઓ એ અને રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. ત્યારે આમ આદમી…

આઠ ધારાસભ્યોના રાજીનામાં બાદ ગુજરાતમાં પેટાચૂંટણી અને આવનારી પાલિકા નગર પાલિકાની ચૂંટણીઓ માટે મુરતિયાઓ એ અને રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પોતાનો પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહી છે. જેના અનુસંધાને આજે અમરેલી સર્કિટ હાઉસ ખાતે ધારી-બગસરા પેટાચૂંટણી અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા સમિક્ષા મીટીંગ યોજાઈ હતી. જેમાં લેવાયેલા નિર્ણય કદાચ આવનારા સમયમાં ગુજરાતનું રાજકીય ભવિષ્ય બદલાનારા હોઈ શકે છે.

આ બેઠકમાં મહત્વની બાબતની સમિક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં આવનારા સમયમાં પેટાચૂંટણીમાં આમ આદમી લડશે કે નહી તે ધ્વની મતથી નક્કી કરવામાં આવ્યું. અને આવનારા સમયમાં ધારી બગસરાની બેઠક પર આમ આદમી પાર્ટી પોતાનો શિક્ષિત અને સક્ષમ ઉમેદવાર ઉતરશે તેવી જાહેરાત કરી હતી.

આ બાબતે પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના અમેરલી જિલ્લા પ્રમુખ નાથાલાલ સુખડીયા દ્વારા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પર શાબ્દિક પ્રહારો કરાયા હતા. અને જણાવ્યું હતું કે, “ભાજપ અને કોંગ્રેસ એક જ છે તે વાત ધારી વિધાનસભાના લોકોને અનુભવ થયો છે. આ બંને મિલીભગત પાર્ટીને હરાવીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના શિક્ષિત અને સક્ષમ ઉમેદવારને ઐતિહાસિક જીત આપવાની ક્ષમતા અને ઉત્સાહ ધારી વિધાનસભાનાના લોકોમાં છે.”

આમ આદમી પાર્ટીના અમેરલી જિલ્લા પ્રમુખ નાથાલાલ સુખડીયાએ કહ્યું કે, “છેલ્લા 25-25 વર્ષથી ગુજરાતની સત્તા પર બેસેલી ભાજપ સરકાર વિકાસના નામે લોકોને છેતરી રહી છે તે વાત ગુજરાતની જનતા ખૂબ સારી રીતે સમજી ચૂકી છે. ભાજપ પોલીસના માધ્યમથી દરેક લોકોને ડરાવે અને દબાવે છે. ભાજપના ભ્રષ્ટ લોકો સામાન્ય જનતામાં ગુંડાગીરદી કરી રહ્યા છે.”

આમ આદમી પાર્ટી દ્વારા માત્ર ધારી બગસરા જ નહી, અન્ય પેટાચૂંટણી વળી બેઠકો પર પણ ચૂંટણી માં આમ આદમી પાર્ટીને લડવા માટેના સૂચનો અને સલાહ લેવા માટે એક વોટ્સેપ હેલ્પ લાઈન નંબર 9016892211 પણ જાહેર કરાયો છે. જેના દ્વારા અન્ય બેઠકો પર ચૂંટણી લડવાનું વાતાવરણ જોઇને આગળના સમયમાં નિર્ણય લેવાશે તેવું જણાવાયુ છે.

ઉલ્લેખનીય છે કે યુવા નેતા અને આંદોલનકારી ગોપાલ ઇટાલીયાના આ આદમી પાર્ટીમાં શામેલ થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા સતત પ્રજાહિતમાં કાર્યક્રમો થઇ રહ્યા છે. આમ આદમી હાલમાં ફ્રન્ટ ફૂટ પર સરકાર સામે અવાજ ઉઠાવીને જનતાને પડી રહેલી હાલાકીને રજુ કરી રહ્યું છે. જેને જોઇને નિષ્ક્રિય થયેલી કોંગ્રેસ દ્વારા પણ રાજ્યમાં સક્રિય થઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેનો સીધો લાભ જનતા ને જ થશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ આ બાબતે જણાવ્યું હતું કે, “છેલ્લા ત્રણ મહિનામાં અમારા મિસ્ડકોલ અભિયાનમાં કુલ 13 લાખ સભ્યોએ આમ આદમી પાર્ટી જોઈન કરી છે અને ચોકાવનારી બાબત તો એ છે કે છેલ્લા 15 દિવસમાં ગોપાલ ઇટાલીયાના આમ આદમી પ્રવેશ બાદ 2 લાખ સભ્યો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે.”

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *