કોરોના કાળ દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સારું રહે તેના માટે માસ્ક અને સેનેટાઈઝરનું સુરત શહેરમાં સસ્તા ભાવે વિતરણ કરવામાં આવે છે. જાણો કઈ જગ્યા એ થાય છે માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ. શહેરમાં આજે એક વાર ફરી રસ્તા પર લાઇનો જોવા મળી હતી. આ લાઇનો કોઇ અન્ય કામ માટે નહીં પરંતુ એક રૂપિયામાં વહેંચાઇ રહેલા માસ્ક અને પાંચ રૂપિયામાં મળી રહેલા સેનેટાઇઝ માટેની હતી.
હાલમાં સુરત શહેરમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. એમા પણ ખાસ કરીને કતારગામ, વરાછા અને રાંદેર ઝોનમાં આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. ત્યારે આ વિસ્તારના લોકોને સતત અપીલ કરવામાં આવે છે કે, માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળે અને જો બહાર કોઇ પણ કામથી નીકળે તો સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવવું જોઇએ. પરંતુ એવુ નહી થતા આ વિસ્તારમાં કેસોનો ભરાવો થયો છે. કતારગામ વિસ્તારમાં એક ટ્રસ્ટ દ્વારા મોટા ભાગના લોકોને સસ્તા અને સાર માસ્ક મળી રહે તે માટે આ વ્યવસ્થા ઉભી કરી હતી. બપોર સુધીમાં જ હજારો માસ્ક વહેચાઇ ગયા હતા.
કતારગામ વિસ્તારમાં રહેતા લોકોને આવી ઘડીએ સારા અને સસ્તા માસ્ક મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા એક એનજીઓ દ્વારા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કોઇ પણ પ્રકારનો નફો લીધા વગર માત્ર એક રૂપિયામાં સર્જીકલ માસ્ક, જયારે 12 રૂપિયામાં N95 માસ્ક આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત માત્ર 5 રૂપિયામાં 100 એમએલ સેનિટાઇઝર આપવામાં આવી રહ્યું છે. આ સંસ્થાના પ્રમુખ રાકેશભાઇએ જણાવ્યું હતું કે, સારી ક્વોલિટિના માસ્ક લોકો વાપરે અને આ કપરિ પરિસ્થિતિમાં કોઇ લોકોને આર્થીક રીતે બર્ડન ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે વહેલી સવારથી કતારગામ સેન્ટર પર ખુબજ મોટી ભીડ થઇ ગઇ હતી જેમાં હજારોની સંખ્યામાં લોકોને ડિસ્ટન્સ સાથે લાઇમાં ઉભા રાખવાની જરૂરીયાત પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news