કોરોનાનું ટેન્શન કરો દુર- આ ટુચકા અને ગમ્મત ભર્યા જોક્સ વાંચીને

એક દુકાન પર બોર્ડ હતું તે માયા એ વાંચ્યું…. “બનારસી સાડી 10 રૂપિયા, નાયલોન સાડી 8 રૂપિયા, કોટન સાડી 5 રૂપિયા….” માયાએ ખુશ થઈને પતિ…

એક દુકાન પર બોર્ડ હતું તે માયા એ વાંચ્યું….
“બનારસી સાડી 10 રૂપિયા, નાયલોન સાડી 8 રૂપિયા, કોટન સાડી 5 રૂપિયા….”
માયાએ ખુશ થઈને પતિ પાસે આવીને કહ્યું,” મને 50 રૂપિયા આપો હું દસ સાડી ખરીદીશ”
પતિ: ધ્યાનથી વાચ. આ સાડીની નહીં, ઇસ્ત્રી ની દુકાન છે.????

પત્ની: મારાથી ઇસ્ત્રી કરતા તમારો મનગમતો લાલ શર્ટ બળી ગયો છે. મને માફ કરજો.
પતિ: કઈ વાંધો નહીં, મારી પાસે એવો ને એવો બીજો શર્ટ છે .
પત્ની :હા ,તેમાંથી જ તો કાપડ કાપીને મેં બળેલા શર્ટ માં લગાવી દીધું છે.???

ભોલુ: તમારા ઘરમાં સૌથી વધુ શક્તિશાળી કોણ છે?
ગોલુ: વંદો……
ભોલુ: વંદો? વંદો કેવી રીતે
ગોલુ: જો ઘરમાં બધા મમ્મી થી ડરે છે. અને મમ્મી વાંધા થી ડરે છે, તો સૌથી વધુ શક્તિશાળી કોણ?????

વિજ્ઞાન શિક્ષક: બોલો કોઈ દિવસ કાગળથી માણસ ગરમ થઈ શકે?
પપ્પુ: હા, ચોક્કસ થઈ શકે… થોડા દિવસ પહેલા મારું રીઝલ્ટ જોઈને પપ્પા ખૂબજ ગરમ થઇ ગયા હતા.???

છગન: હું એક જ મિનિટમાં લોકોને નીચેથી ઉપર પહોંચાડી શકું છું.
મગન: તુ તો કોઈ યમદૂત છે કે …..
છગન: ના હું તો લિફ્ટમેન છું.???

રવિ: કોલેજની પરીક્ષામાં અઢાર- અઢાર કલાક વાંચતો હતો છતાં હું નાપાસ થયો.
સની: ના હોય,એવું કઈ રીતે બની શકે.
રવિ: અરે દોસ્ત…. કોઈએ કહ્યું જ નહીં કે અભ્યાસક્રમ તો બદલાઈ ગયો છે.???

માલિક: આજે તે રોટલી પર વધારે ઘી લગાડી દીધું છે ?
નોકર: ભૂલ થઈ ગઈ. કદાચ મેં તમને ભૂલમાં મારે રોટલી આપી દીધી.???

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *