જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આવેલા અમ્શીપોરા ગામમાં અથડામણ દરમિયાન સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. હાલ આ તમામ આતંકવાદીઓની કોઈ ઓળખાણ સામે નથી આવી અને તે બધા જ અમ્શીપોરાના એક ઘરમાં સંતાયેલા હતા. આ સાથે જ સુરક્ષા દળો તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે જેથી ક્યાંય કોઈ આતંકવાદી સંતાયેલો ન રહે તે સુનિશ્ચિત કરી શકાય.
ગુપ્ત બાતમીના આધારે સુરક્ષા દળોએ શુક્રવારે મોડી રાતે જમ્મુ કાશ્મીર પોલીસની જોઈન્ટ ટીમ સાથે મળીને તે વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું. અથડામણ શરૂ થઈ તેના પહેલા સુરક્ષા દળોએ આતંકવાદીઓને સરેન્ડર કરવાની તક આપી હતી પરંતુ તેઓ નહોતા માન્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના એક પછી એક જિલ્લાઓ આતંકવાદીઓથી મુક્ત થઈ રહ્યા છે. આ સમયે આતંકવાદી સંગઠનો કાશ્મીરમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહ્યા છે. સુરક્ષા દળોએ આ વર્ષે 137 આતંકવાદીઓને ઠાર માર્યા છે. એક અહેવાલ પ્રમાણે 35-40 વિદેશી આતંકવાદી સહિત આશરે 200 જેટલા આતંકવાદીઓ હજુ પણ કાશ્મીરમાં સક્રિય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news