લોકસભા ચૂંટણી હવે પૂરી થવાની છે. આ ચૂંટણીમાં કેટલીક ઐતિહાસિક ઘટનાઓને પણ ફરિયાદ કરવામાં આવી. હાલમાં જ એક ચૂંટણી સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત જવાહરલાલ નેહરુ શાસનકાળમાં થયેલા કુંભ મેળામાં ભાગદોડ નો ઉલ્લેખ કર્યો હતો. રાજીવ ગાંધીના ઇતિહાસ પર દેવામાં આવેલા નીવેદનો પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ તેમના પર નિશાનો સાધ્યો હતો.
આ બહાને સોશિયલ મીડિયા પર ફરી એકવાર પંડિત જવાહરલાલ નહેરુને લઈને ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આમાં એક વાત ને ફરી ફરી રિપિટ કરવામાં આવે છે કે પંડિત જવાહરલાલ નેહરુ સત્તાના લોભી હતા. નેહરુએ વલ્લભભાઈને દેશના પહેલા પ્રધાનમંત્રી બનવા ન દીધા. આની સચ્ચી ઘટના અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. એક મામલો એ પણ છે કે જો નેહરુએ ઝીન્ના ને પ્રધાનમંત્રી બનવા દીધા હોત તો ભારત પાકિસ્તાનનો વિભાજન નો પ્રશ્ન ઊભો ન થયો હોત.
શું સાચે જ વલ્લભભાઈ પટેલને જવાહરલાલ નેહરુએ ભારતના પહેલા પ્રધાનમંત્રી બનવાથી રોક્યા હતા?
ઝીન્ના અને તેમની બીમારી વિશે પૂરેપૂરી જાણકારી હતી કે તેઓ હવે લાંબુ નથી જીવવાના. અને પોતાની બીમારી વિશે લોકોને ખબર પડશે તો તેઓને કંઈ ઓછા દુશ્મન નથી. તેઓને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મમાં ઘણા બધા દુશ્મનો હતા. તેમની બીમારી ની જાણકારી થતાં તેમના બધા દુશ્મનો સક્રિય થઈ જશે એ વાતનો તેમને ભય હતો.
તેમને સૌથી વધુ ડર મુસ્લિમ લીગ ના પદો પર રહેલા તેમના કમજોર સમર્થકોનો હતો. તેઓ ઈચ્છતા હતા કે કંઈ પણ થઈ જાય છતાં તેમના સમર્થકો ના સપના ના ટુટે. આ કારણે ઝીણાએ પોતાની જિંદગીનો અંતિમ લક્ષ ભારત અને પાકિસ્તાનના ટુકડા કરવાનો ધાર્યો હતો.
સ્વતંત્રતા પહેલા હિન્દુસ્તાનમાં બે પ્રમુખ રાજનૈતિક પાર્ટી હતી. પહેલી હતી કોંગ્રેસ કે જેમાં મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી જેવા નેતાઓ હતા. અને બીજી હતી મુસ્લિમ લીગ જેમાં મોહમ્મદ અલી ઝીણા હતા.
૧૬ મે ૧૯૪૬ના રોજ બંધારણ બનાવવા માટે એક ચૂંટણી કરવામાં આવી. તે સમયે બ્રિટિશ રાજમાં ભારતમાં ૨૯૬ સીટ હતી. તેમાંથી ૨૦૫ સીટ કોંગ્રેસ જીતી ગઈ હતી અને મુસ્લિમ લીગના હાથમાં બાકી ની સીટો આવી. મુસ્લિમ લીગ જાણે ગયું હતું કે આઝાદ ભારતમાં તેમનો દબદબો નહીં રહે. આ કારણે મોહમ્મદ અલી ઝીણા એ ભારતના બે ભાગ કરવા પર વધારે ભાર આપ્યો.
ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ પ્રધાનમંત્રી બનવા માટે ની ચૂંટણીમાં કુલ ૧૫ રાજ્ય માંથી સરદારને ૧૨ રાજ્યો નું સમર્થન હતું જે પ્રધાનમંત્રી બનવા માટે પૂરતું હતું. સરદાર પાસે પૂર્ણ બહુમત હતો છતાં ગાંધીજી ના કહેવા પર તેમણે પોતાની પ્રધાનમંત્રી માટેની ઉમેદવારી પાછી લીધી હતી. સરદાર પટેલે ઈન્દોરમાં એક કાર્યક્રમમાં નેહરુને જ ગાંધીજી પછીના સૌથી મોટા નેતા માન્યા હતા, અને તેમના નિર્દેશોનું પાલન કરવું તેમ જણાવ્યું હતું. અમુક જાણકારો કહે છે કે આવું તેમણે વૈચારિક મતભેદ છુપાવવા માટે કહ્યું હતું. માનવામાં આવે છે કે સરદાર પટેલ ની બિમારી અને તેમના ખરાબ આરોગ્યને કારણે પણ નેહરુ ને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ મે પહેલી લોકસભાની ચૂંટણી 1951-52માં થઈ. અને સરદાર પટેલનું મૃત્યુ ડિસેમ્બર,1950માં થયું. એટલે તેઓ ભારતના લોકો દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાન બની ન શક્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.