કોરોના મહામારીમાં સુરત સિવિલ હોસ્પીટલમાં ક્યારેય નથી બન્યું એ આજે થયું

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે સુરતમાં કોરોના સંક્રમણને રોકવા આયોજનબધ્ધ પગલાઓ લેવાયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીની સારવાર માટે તમામ સાધન સુવિધા પુરી પાડવા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને રાજય સરકારના ખાસ ફરજ પરના ઉચ્ચ અધીકારીઓ રાત-દિવસની મહેનત થકી કોરોના નિયંત્રણ માટેના અસરકારક પગલા લઈ રહ્યા છે.

કોરોના સંક્રમિત દર્દીઓને સામાન્ય રીતે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાતી હોય છે. નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોરોના સંક્રમિત દર્દીઓના બેડ સુધી ઓકિસજન મળી રહે તે માટે નવી સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે બીજી ૧૭૦૦૦ લિટર લિકિવડ ઓકિસજન ટેન્કની ક્ષમતા ધરાવતી આધુનિક ઓકિસજન ટેંક ઉભી કરવામાં આવી છે. અગાઉ પર ૧૩૦૦૦ લિટર લિકિવડ ઓકિસજન ટેન્કની સુવિધા કરવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્ટેમ સેલ બિલ્ડીંગની સામે બીજી ઓકિસજન ટેન્કની ઉભી કરવામાં આવી છે. જેનાથી દર્દી અને પ્રશાસનને પણ મોટી રાહત થશે. ૧૭૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતી આ ઓકિસજન ટેન્કથકી કોવિડ વોર્ડના દર્દીઓને ઓકિસજનની સુવિધામાં વધારો થશે.

આ ટેન્ક આગામી બે-ત્રણ દિવસમાં કાર્યરત થઈ જશે. ખાસ ફરજ પરના અધિકારીઓ મિલિંદ તોરવણે, મહેન્દ્ર પટેલના નિરીક્ષણ હેઠળ કોરોના દર્દીઓને મુશ્કેલીઓ ના પડે તે માટે આરોગ્ય વિભાગ નવી સિવિલ હોસ્પિટલના તંત્ર સાથે સતત સંકલનમાં રહી માર્ગદર્શન આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *