ગુજરાત: વકીલે છૂટાછેડા લેવા આવેલી ભાભીની લુંટી લીધી ઈજ્જત- આચર્યું પાશવી દુષ્કર્મ

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ સાથે જ લોકડાઉન પૂર્ણ થયાં બાદ અનલોકની શરૂઆત થતાં જ રાજ્યમાં પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડાંઓનાં બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે આવાં સમયમાં જ આવી એક ઘટના સામે આવી રહી છે.

કોર્ટમા છુટા-છેડાના કેસ લડતા વકીલે પરિણીતાની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વકીલે ફોટા તથા વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર યુવતીની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. છેવટે પોલીસે ગુનો નોંધીને ધારાશાસ્ત્રી પર બળાત્કારની ધારા લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કાળો કોર્ટ પહેરીને કોર્ટમાં લોકોના કેસ લડનાર પ્રભાત એક વકીલ છે. આ વકીલ મેટ્રોપોલિટન કોર્ટમા થોડાં વર્ષોથી પ્રેકટીસ કરી રહ્યો છે. અને એવો જ એક છુટા-છેડાનો કેસ વકીલ પ્રભાતના હાથમાં આવ્યો હતો. માત્ર 24 વર્ષની યુવતીને પોતાના પતિની સાથે છૂટાછેડા માંગતી હોવાથી આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

પણ વકીલે છૂટાછેડા કરાવવાના બહાને મહિલાની સાથે જ બળાત્કાર ગુજાર્યો હતો અને એ બળાત્કારના વીડિયો અને ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર બળાત્કાર કરવા લાગ્યો હતો. જેથી, મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બળાત્કાર અને યૌન શોષણની આ ઘટનાની શરૂઆત તો 2019ના જૂન મહિનાથી જ થઈ ગઈ હતી. સૌપ્રથમ આરોપી વકીલ એ મહિલાને કેસ માટે જરૂરીના દસ્તાવેજ લેવાના બહાને તેનાં ઘરે લઈને ગયો હતો. જ્યાં પ્રસાદીનાં ભાગરૂપે પેંડો ખવડાવીને મહિલાનાં બેભાન થયા પછી તેનાં પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારપછી મહિલાને બ્લેકમેલ કરીને જુદી-જુદી હોટલમાં લઈ જઈને શરીર સંબંધ પણ બાંધ્યા હતા.

રાણીપ પોલીસસ્ટેશનમાં આ વકીલની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધીને વકીલની અટકાયત પણ કરી છે. જો, કે આરોપી વકીલનો કોરોના રિપોર્ટ આવ્યા પછી જ તેની ધરપકડ કરવામા આવશે તથા આરોપીની વિરુદ્ધ પુરાવા એકઠા કરીને કાનુની કાર્યવાહી પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *