ટ્વિટરનો ઉપયોગ કરનારા લોકો માટે આવ્યા મોટા સમાચાર- કંપની કરી રહી છે આ ખાસ તૈયારી

હાલનો સમયએ આધુનિક ટેકનોલોજીનો સમય છે. ફેસબુક , ઈન્સટાગ્રામ , વ્હોટસએપ , ટ્વીટર જેવી ઘણીબધી એપ્લીકેશનનો આજનાં સમયમાં ખુબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો…

હાલનો સમયએ આધુનિક ટેકનોલોજીનો સમય છે. ફેસબુક , ઈન્સટાગ્રામ , વ્હોટસએપ , ટ્વીટર જેવી ઘણીબધી એપ્લીકેશનનો આજનાં સમયમાં ખુબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. જેમાંથી હાલમાં તો ટ્વીટર એ ખુબ જ જાણીતી એપ્લીકેશન છે . આ એપ્લીકેશન તો પ્રસિદ્ધિ ધરાવતાં કે પ્રખ્યાત વ્યક્તિઓ પણ તેનો ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે તેને લઈને એક મોટાં સમાચાર સામે આવી રહ્યાં છે.

માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર, આવકમાં ઘટાડો થવાને લીધે રેવેન્યૂને વધારવા માટે સબ્સ્ક્રિપ્શન મોડેલના વિકલ્પની પણ શોધ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ટ્વિટરના સ્થાપક તથા CEO જેક ડોર્સીએ ગુરુવારે જણાવતાં કહ્યું, કે કંપનીની આવક વધારવા માટે સબ્સ્ક્રિપ્શન મોડેલ પર પણ વિચાર કરી રહી છે.

કારણ કે, ટ્વિટરની આવકનો મુખ્ય સ્રોત તો જાહેરાત જ છે, અને તેમાં પણ થોડા સમયથી ઘટાડો પણ નોંધાયો છે. જેથી, કંપનીની આવકને ઉભી કરવા માટેના બીજાં વિકલ્પોની શોધ પણ કરી રહી છે. આ જ સૂચવે છે, કે જેક ડોર્સીએ બીજા ક્વાર્ટરમાં જ આવકનાં પરિણામોને જોતા, નવી જ વ્યૂહરચના અંગેનાં સંકેત પણ આપ્યા છે.

વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ડેલી એક્ટિવ યુઝર્સ(mDAU) માં કુલ 186 મિલિયનની પ્રગતિ હોવા છતાં પણ જાહેરાતની આવકમાં ઘણો ઘટાડો થયો છે. એક મીડિયા અહેવાલ પ્રમાણે, જેક ડોર્સીએ ગુરુવારે જણાવતાં કહ્યું કર ,‘કંપની એ સબ્સ્ક્રિપ્શન મોડેલનું પરીક્ષણ કરી શકે છે.’ જો કે, હાલમાં આ પ્રક્રિયા એ પ્રારંભિક તબક્કામાં જ છે.

પણ કંપની કેટલા સમય સુધી આની રજૂઆત કરશે તે હજુ જાહેર કરાયું નથી. થોડા સમય અગાઉ જ ટ્વિટરે નોકરી માટેની એક જાહેરાત પોસ્ટ પણ કરી હતી. જે વાયરલ પણ થઈ હતી. એવું પણ જાણવા મળ્યું હતું, કે ટ્વિટર એ સબ્સ્ક્રિપ્શન મોડેલની વિશે વિચાર કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ, ‘ગ્રિફોન’ નામની કંપનીને માટે પણ જોબ પોસ્ટ કરવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ ટ્વિટર પર સાયબર એટેકની ચર્ચા થઈ હતી. જેમાં હેકરોએ વિશ્વની ઘણીખરી મોટી હસ્તીઓનાં ટ્વિટર પરનાં એકાઉન્ટ પણ હેક કર્યાં હતાં. જેમાં US નાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, માઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, એમેઝોનના CEO જેફ બેઝોસ, અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના CEO એલોન મસ્ક જેવી વિશ્વની કુલ 130 કરતાં પણ વધુ હસ્તીઓ સામેલ હતી. હેકરોએ હેક એકાઉન્ટ પાસેથી બિટકોઇનની માંગ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *