આખા વિશ્વમાં હાલમાં કોરોના કહેર ફેલાઈ રહ્યો છે. આ બધાની વચ્ચે ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ સામે આવી ગયો છે. દેશમાં કોરોનાનો આવો પહેલો કેસ સામે આવતા જ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન એ ઇમરજન્સી જાહેર કરી દીધી.
રોયટર્સ એ સ્થાનિક મીડિયાનો હવાલો આપતા એક રિપોર્ટમાં કહ્યું કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને ગેરકાયદેસર સરહદ પાર કર્યા બાદ દક્ષિણ કોરિયા પરત ફરનાર એક કોવિડ શંકાસ્પદની માહિતી મળતા જ ઇમરજન્સી પોલિત બ્યુરોની બેઠક બોલાવી અને ઇમરજન્સી જાહેર કરી દીધી.
રિપોર્ટના મતે જો આ કેસની પુષ્ટિ થાય છે તો આ ઉત્તર કોરિયન અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે સ્વીકાર થનાર કોરોના વાયરસનો પહેલો કેસ હશે. જો કે KCNAએ એ નથી કહ્યું કે શું આ વ્યક્તિનો કોરોના ટેસ્ટ થઇ ચૂકયો છે કે નહીં. પરંતુ તે વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)એ કહ્યું કે એક વ્યક્તિ જે ત્રણ વર્ષ પહેલાં દક્ષિણ કોરિયા ગયો હતો.
આ મહિને સરહદ પાર કરી પાછો આવ્યો છે. તેમાં કોવિડ-19 જેવા લક્ષણો દેખાયા છે. હાલ તેને દેખરેખમાં રખાયો છે અને તેનું મેડિકલ ચેક-અપ ચાલુ છે. બીજીબાજુ તાજેતરમાં જ કોરોના સંકટની વચ્ચે ભારતે ઉત્તર કોરિયાને મદદ પહોંચાડી છે.
ભારતે ઉત્તર કોરિયાને ટીબીની દવા તરીકે 10 લાખ ડોલરની મેડિકલ સહાયતા મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતે આ સહાયતા વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુરોધ બાદ કરી છે. આપને જણાવી દઇએ કે ઉત્તર કોરિયાએ શરૂઆતમાં જ પોતાના દેશની તમામ સરહદોને સીલ કરી દીધી હતી. આ સિવાય તેમણે વિદેશી પર્યટકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.