લગ્ન જીવન સુખી બનાવવા દરેક દેશની અલગ-અલગ પરંપરા વિશે જાણો અહીં…

લગ્ન માટે જોડી બનાવવા અનેક પ્રકારના ખ્યાલો રાખવામાં આવે છે. લગ્ન પહેલા વર અને કન્યાની કુંડળી મળે છે કે નહીં, બંનેનું આરોગ્ય સારું રહે છે…

લગ્ન માટે જોડી બનાવવા અનેક પ્રકારના ખ્યાલો રાખવામાં આવે છે. લગ્ન પહેલા વર અને કન્યાની કુંડળી મળે છે કે નહીં, બંનેનું આરોગ્ય સારું રહે છે કે નહીં, બંને પક્ષ તરફથી કુટુંબ કેવા છે સારા કે નહીં આવા એક કે બે નહીં પરંતુ ઘણી બધી વાતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. તેમ છતાં અમુક લોકોનું લગ્ન જીવન સારી રીતે ચાલી શકતું નથી.લગ્ન પછી લગ્ન જીવન સારી રીતે ચાલી શકે એટલા માટે જ આપણા વડીલો દ્વારા કંઈક અલગ પ્રકારની ખાસ રીતિરિવાજો બનાવવામાં આવ્યા છે.

દુનિયાના દરેક દેશોમાં લગ્નજીવન માટે અલગ-અલગ પરંપરાઓ હોય છે. દરેક દેશમાં અવાજો બીજા દેશ કરતાં આખા હોય છે કેટલાક રિવાજો તો ખુબ જ મજેદાર હોય છે. ચાલો આપણે કેટલાક અન્ય દેશોના અવાજો વિષે વાત કરીએ.

સ્કોટલેન્ડ-જે રીતે ભારતમાં લગ્ન પહેલા પીઠી ચોળવાની વિધિ કરવામાં આવે છે અને હળદર લગાવવામાં આવે છે.તે જ રીતે સ્કોટલેન્ડમાં લગ્ન પહેલા યુવક-યુવતીને મિત્રો દ્વારા હળદરના બદલે સડેલા ટમેટા મારવામાં આવે છે. મિત્ર વર્તુળ દ્વારા સડેલા ટમેટા ઉપરાંત માછલીઓ પણ મારવામાં આવે છે. જ્યારે મિત્રો આવું બધા મારતા હોય ત્યારે વધુ એ પોતાના શરીરને આ બધાથી બચાવવાનું હોય છે.આ રિવાજ પાછળ એવી માન્યતા છે કે જો વધુ મોટા ભાગના ટામેટા અને માછલી થી બચી જાય તો એ બાકીના જીવનમાં આવનારી મુશ્કેલીઓથી પણ બચી જશે. ઓછામાં ઓછું તેઓ સંકટ સામે સક્ષમ થઈને લડી શકશે.

ભારત-આપણા સમાજમાં લગ્ન પહેલા પીઠી ચોળવામાં આવે છે તેમાં પરિવારના સભ્યો દ્વારા કન્યા અને વર ના શરીરે હળદર લગાવવામાં આવે છે. જૂના જમાનામાં આ રિવાજ સૌંદર્ય અને આરોગ્ય માટે કરવામાં આવતો હતો. હળદર લગાવવાથી શરીર અને ચહેરો જરા ઉજળા વાન નો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક હોવાથી આખા શરીરની ચામડી કીટાણુંઓથી મુક્ત થઈ જાય છે. બીજો રહેવા જ કુંડળી મેળવવાનો છે.બંનેના ગ્રહ બરાબર મેળ ખાતા હોય તો જ પતિ પત્ની જીવનભર સાથે રહી શકે છે.કુંડળી મેળવતા જાણ થાય કે યુવતીને કોઈક માંગલિક દોષ છે તો તેને કારણે તેને તેના લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી આવે તેવી શક્યતા છે.તેવા સંજોગોમાં તેના આ દોષને દૂર કરવા માટે યુવતીના લગ્ન પહેલા વૃક્ષ સાથે કરવામાં આવે છે. એ પછી જ વિધિ-વિધાન સાથે યુવક સાથે લગ્ન થાય છે.જેથી માંગલિક દોષ દૂર થવાની સાથે સાથે રહેવા હિક જીવન પણ સુખમય બની રહે છે.

ચીન-ચીનમાં લગ્નના ઓછામાં ઓછા એક મહિના પહેલાથી જ યુવતીને દરરોજ એક કલાક સુધી રડવાનો રિવાજ છે. એ પણ કન્યાને એકલા નથી રડવાનું હોતું. કન્યાની સાથે સાથે આખા પરિવારને પણ લડવાનું હોય છે એવો રિવાજ છે. આ રડવું તેને શુકન ગણવામાં આવે છે.આ રડવાની વિધિ કરવાથી યુવતીનું લગ્નજીવન ખૂબ જ સુખમય બની રહે છે. તેને લગ્ન પછી રડવાનું રહેતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *