મણિપુરમાં સેનાના જવાનો ઉપર એક ટીમે હુમલો કર્યો છે. આ હુમલામાં સૈન્યના ત્રણ જવાન શહીદ થયા હતા, જ્યારે 6 સૈનિકો ઘાયલ થયા હતા. બુધવારે રાત્રે લગભગ 1.15 વાગ્યે રાજધાની ઈમ્ફાલથી લગભગ 95 કિમી દૂર ચાંદેલ જિલ્લામાં આ ઘટના બની હતી. આ એક ડુંગરાળ વિસ્તાર છે.
સૂત્રોએ જણાવ્યું છે કે, ભારત-મ્યાનમારની સરહદે આવેલા ચાંદેલ જિલ્લામાં સ્થાનિક જૂથ પીપલ્સ લિબરેશન આર્મીના આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવતા 4 આસામ રાઇફલ્સ યુનિટના 3 સૈનિકો માર્યા ગયા હતા અને 6 સૈનિકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને ઇમ્ફાલના પશ્ચિમ જિલ્લાની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
The terrorists first carried out an IED blast and then fired at the troops. Reinforcements have been rushed to the area which is 100 km from Imphal: Sources https://t.co/WgGVnZM8FQ
— ANI (@ANI) July 30, 2020
મળતી માહિતી અનુસાર, મણિપુરની સ્થાનિક આતંકવાદી જૂથ પીપલ્સ લિબરેશન આર્મીએ આ હુમલો કર્યો છે. આતંકવાદીઓની શોધમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે ભારત-મ્યાનમાર બોર્ડર પર જાગરણ વધારવામાં આવ્યું છે.
ગયા વર્ષે નવેમ્બરમાં, આતંકીઓએ ચાંદેલ જિલ્લામાં જ આસામ રાઇફલ્સ કેમ્પ પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ લશ્કરી છાવણીમાં બોમ્બ ફેંકી દીધા હતા. આ પછી બંને તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ પછી, આતંકવાદીઓ નજીકની ટેકરી પર નાસી ગયા હતા. આ હુમલામાં સૈન્યના કોઈ જવાન શહીદ થયા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP