રક્ષાબંધનનો તહેવાર 3 ઓગસ્ટે શ્રાવણની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે. બહેનો ભાઈની લાંબી આયુ માટે ભાઈની કાંડા પર રાખડી બાંધે છે અને સુખ અને સમૃદ્ધિની ઇચ્છા રાખે છે. જોકે, કેટલીક વાર અજાણતાં એવી રાખડી લેવાઈ જાય છે જેને શુભ માનવામાં આવે છે. તેથી, રાખીની પસંદગી ખૂબ કાળજીપૂર્વક થવી જોઈએ.
આ સમયે બજારમાં અનેક પ્રકારની ડિઝાઇન વળી રાખડી મળી રહી છે. ખાસ કરીને ચીનથી આવતી રાખડી સુંદર લાગે છે પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અનુસાર બનાવવામાં આવતી નથી. રક્ષાબંધન પર કેટલીક વિશેષ રાખડીઓ બાંધવાથી બચવું જોઈએ. જ્યોતિષ પ્રતીક ભટ્ટ પાસેથી જાણીયે કે, રક્ષાબંધનના દિવસે કેવા પ્રકારની રાખડી ન બાંધવી જોઈએ.
જાણે અજાણે બજારમાં રાખડીની ખરીદી કરતા સમયે રાખડી તૂટી જાય તેવી રાખડી આપણે ફરી વખત એક પડે જોઈન્ટ કરી દઈએ છીએ. પરંતુ આવી ખંડિત રાખડી ભાઈના કાંડા પર બાંધી ન જોઈએ. ચીનથી આવતી પ્લાસ્ટિકની રાખડીઓનો ઉપયોગ કરશો નહીં, કારણ કે પ્લાસ્ટિકને કેતુનો પદાર્થ માનવામાં આવે છે. જે અશુભ છે. તો રક્ષાબંધનના દિવસે પ્લાસ્ટિકની રાખડીઓનો ઉપયોગ ટાળો.
બજારમાં ઘણા પ્રકારના ડિઝાઇનની રાખડીઓ મળી રહી છે. જે ભારતીય સંસ્કૃતિ અનુસાર યોગ્ય બનાવવામાં આવી રહી નથી. તેનો ઉપયોગ કરવાનું ટાળો. રાખડીમાં કોઈપણ પ્રકારનું હથિયાર બનેલું ન હોવું જોઈએ. ઘણી રાખીઓમાં ભગવાનની તસવીરો બનાવવામાં આવે છે. આવી રાખીઓને શુભ માનવામાં આવતી નથી. બહેનોએ આવી રાખડી ખરીદવાનું ટાળવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP