ગુજરાતમાં આવેલ દાહોદ તાલુકાના વડગારા ગામ એ ભજીયા સારા બન્યા ન હોવાથી પતિએ ઠપકો આપ્યો હોવાનું ખોટું લગાડી પત્નીએ દાંતરડા અને પથ્થર વડે માથામાં હુમલો કરી પથારીમાં જ તેનું ઢીમ ઢાળી દેતા ખળભળાટ મચી ગયો છે.
વડગારા ગામના મીનામા ફળિયામાં રહેતા 30 વર્ષીય ભાદુભાઈ જોગડાભાઈ નીનામા ના લગ્ન 15 વર્ષ પહેલા રમીલાબેન સાથે થયાં હતા. તેમના સુખી દાંપત્ય જીવનને કારણે તેમને ત્રણ બાળકો પણ છે. રમીલાબેન એ સાંજે ભજીયા બનાવ્યા હતા. જમતી વખતે ભાદુ ભાઈ એતે કેવા ભજીયા બનાવ્યા છે એવું કહીને રમીલાબેનને ઠપકો આપ્યો હતો.
જેથી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. રાત્રે ભાદુ ભાઈ ઊંઘી જતા જોઈને તેના માથે કાનના પાછળના ભાગે અને આંખ નીચે પથ્થર અને દાંતરડું મારીને ગંભીર ઈજા કરી હતી. જેથી તેમનું પથારીમાં જ મૃત્યુ થઈ ગયું હતું. લાશને ચાદર ઓઢાડી રમીલા ફરાર થઈ ગઈ હતી. મૃતકના પિતાની ફરીયાદના આધારે પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP