સોશિયલ મીડિયા પર છેલ્લા થોડાં દિવસથી એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ હવામાંથી ઉડીને રસ્તા પર ચાલી રહેલ મહિલા પર પટકાય છે. પહેલી વાર તો આ વીડિયો જોનારાને થોડા સમય માટે તો સમજાય જ નહીં કે, આવું કેવી રીતે બન્યું હશે.
પરંતુ, આ ઘટના બની છે બેંગ્લોર શહેરમાં. જ્યાં અચાનક જ એક શખ્સ હવામાં ઉડીને સીધો જ મહિલા પર આવી પડ્યો હતો. જેને લીધે મહિલા જમીન પર પડી હતી. આ ઘટના એટલી હદ સુધીની ખતરનાક હતી કે, મહિલાને સારવાર દરમિયાન તો કુલ 52 સ્ટિચ લેવા પડ્યા હતા.
Scary ?♂️?pic.twitter.com/TRQaatVO7v
— Mohammed Zubair (@zoo_bear) July 29, 2020
સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયેલ વીડિયો એક CCTV ફૂટેજનો છે. બેંગ્લોરનાં TC પાલ્યા રોડ પર એક વાયર લટકી પડેલો હતો. વાયર ખૂબ જ નબળો હતો, કે તે હવા આવતાની સાથે જ તાર જમીનને અડતો હતો. ત્યારપછી તાર રીક્ષાના પૈડાની પાસે જ પડ્યો હતો.
રીક્ષાવાળો તેને કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારપછી તાર અચાનક જ ખેંચાયો અને દબાણને કારણે તારની સાથે રીક્ષાવાળો પણ ફંગોળાઈ ગયો હતો. હવામાં તારની સાથે રીક્ષાવાળો ઉછળતા આગળ જતી મહિલા પર જઈને પટકાયો હતો. આ મહિલાનું નામ સુનીતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ ઘટના 16 જૂલાઈની સવારે 11.34 વાગ્યાની આજુબાજુ બની હતી. માત્ર 42 વર્ષની મહિલા TC પાલ્યા જંક્શનની હોટેલ અન્નપુર્ણેશ્વરી બાજુ જઈ રહી હતી. સુનીતાએ મીડિયાને જણાવતાં કહ્યું હતું કે, આ બધું અચાનક જ બન્યું હતું. તેમણે ઉમેર્યું હતું, કે કોઈએ મારૂ નામ પણ લીધુ. પરંતુ, જેવી હું પાછળ ફરી કે એક રીક્ષા ડ્રાઈવર હનુમાનની જેમ ઉડીને મારી બાજુ જ આવી રહ્યો હતો.
ત્યારપછી એ મારી સાથે અથડાયો તથા હું પણ જમીન પર પડી ગઈ. ગળામાંથી લોહી વહેવા માંડ્યું હતું એટલે હું ત્યાં જ બેસી રહી હતી. થોડા સમય માટે મદદની રાહ જોઈ રહી હતી. સુનીતાનાં પતિ કૃષ્ણમૂર્તિ પાસે જ કામ કરી રહ્યા હતા. જેથી, તે પત્નીને લઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ પણ દોડ્યા હતા.
જ્યાં સુનીતાને કુલ 52 સ્ટિચ પણ આવ્યા હતા. જમીન પર પડી રહેલ તારને ધ્યાનમાં લઈને બેંગ્લોર પોલીસે ટેલિકોમ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરના પગલાં લીધા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ શેર થઈ રહ્યો છે. ઘણાં લોકોએ તો એના પર પ્રતિક્રિયા પણ આપી છે. પોલીસે ટેલિકોમ કંપની વિરુદ્ધ તપાસ પણ શરૂ કરીને કડક પગલાં ભર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP