જો જિંદગીભરની મિત્રતા જોતી હોય તો આજથી જ ચાલુ કરો આ કામ…

આજે ‘ફ્રેન્ડશિપ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. મિત્ર એ આપણા જીવનની એક એવી વ્યક્તિ છે, કે જેને આપણે પોતે જ પસંદ કરીએ છીએ. આજનાં યુગમાં બદલાતા સંબંધોનાં સમીકરણો પણ મિત્રતાને ઘણું નુકસાન પહોંચાડે છે. આવી પરિસ્થિતિમાં ઘણી બાબતોની સંભાળ રાખીને મિત્રતાનાં પાયાને મજબૂત કરી શકાય છે. કન્સલ્ટન્ટ સાઇકોલોજિસ્ટ રીતા સિંઘલ મિત્રતાનાં પાયાને મજબૂત કરવાંની ઘણી ટિપ્સ પણ આપી રહ્યા છે. જે નીચે પ્રમાણે છે..

સંબંધમાં પ્રામાણિક રહો

મિત્રતાનાં સંબંધમાં પ્રથમ તો પ્રામાણિક બનો. વાતો છુપાવવી, મજાક ઉડાવવી, દેખાડો કરવો વગેરેથી દૂર જ રહો. અભિમાન પણ બિલકુલ ન રાખો તેમજ એકબીજાની સાથે પણ મુક્તપણે વાત કરો તથા સાંભળો.

માફી માગી લો

જો આપણાથી કોઈપણ જાતની ભૂલ થઈ હોય તો માફી માગવા માટે અચકાશો નહીં. ભૂલ ક્યાં હતી તેમજ તમે કેટલા શરમજનક છો, તે વિશે પણ મુક્તપણે જણાવો. માફ કરવામાં ક્યારેય પણ પાછા ન પડશો.

સમય કાઢો

આજની ઝડપી દોડતી દુનિયામાં સમયની ઘટ હોવાનાં લીધે મિત્રોને મળવાનો પણ સમય મળતો નથી. મેસેજ, ફોન, સોશિયલ મીડિયા દ્વારા મિત્રો સાથે સતત જોડાણ રાખો. મિત્રની સાથે સમય વિતાવવાથી જ તમારા સંબંધો પણ મજબૂત થશે.

વધુ પડતી તેમજ વ્યર્થ અપેક્ષાઓ ન રાખો

તમારા મિત્રો પણ તમારી જેમ જ તમને ભેટ, સમય, પ્રેમ આપે એવી અપેક્ષા પણ મનમાં રાખશો નહીં. તમામ વ્યક્તિની અભિવ્યક્તિ વ્યક્ત કરવાની રીત ઘણી અલગ હોય છે. તેને માત્ર સમજવાનો જ પ્રયત્ન કરો.

એકસમાન સન્માન આપો

મિત્રોની સાથે એવો જ વ્યવહાર કરો કે જેવી તમે એમની પાસેથી જ અપેક્ષા રાખો છો. તેમની નાની-મોટી સિદ્ધિઓમાં પણ તેમને પ્રોત્સાહન આપો તેમજ તેમની પાસેથી પ્રેરણા પણ લો.

ઇગો ને સાઇડમાં રાખો

કોઈપણ સંબંધ જેમાં ઇગો આવી જાય તો તે સંબંધ ખરાબ જ થઈ જાય છે. ભલે એ પછી મિત્રતા જ કેમ ન હોય. જો, આપ મિત્રતામાં ઇગોનો સામેલ કરશો તો તે તમારા સંબંધ માટે પણ યોગ્ય નથી. જો, કોઈ વસ્તુમાં તમારી ભૂલ ન હોય તો તમારાં ઇગોને સાઇડમાં રાખીને મિત્રની સાથે વાત કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *